ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બે દિવસ બાદ અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર જઇ શકે છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પાર જવાની સંભાવના, મોકાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટશે. 24 કલાક બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાન 4 ડિગ્રી ઘટવાની શકયતા દર્શાવાઇ રહી છે.
અમદાવાદની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બે દિવસ બાદ અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દિવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી હિટવેવની કોઇ આગાહી નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. જો તાપમાનની વાત કરીએ તો, આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. તો તે બાદ આગામી પાંચ દિવસ બેથી ચાર ડિગ્રીમાં તાપમાનમાં ઘટાડો થશે. તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં શુક્રવારે સૌથી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44. 4 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે પોરબંદર અને દીવમાં સિવયર હિટવેવ નોંધાયુ હતુ. જ્યારે જુનાગઢ અને સુરતમાં હિટવેવ નોંધાયુ હતુ.
શનિવારે રાજ્યના 15 શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. પાટણમાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન, આણંદમાં 43.7 ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, વડોદરા અને અમરેલીમાં 43.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.9, ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન, કેશોદમાં 42.7, ભૂજમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટવાની આગાહી છે.
છેલ્લા એક સપ્તાહતમા મહત્તમ તાપમાન 44 ડીગ્રી ઉપર પહોચી ગયુ છે. હજી પણ કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આ ઊનાળાની ઋતુમાં ગરમી શેર માર્કેટની જેમ ઉપર નીચે થઇ રહી છે. મે મહિનાની શરૂઆત માવઠાથી થઇ હતી તો છેલ્લા એક સપ્તાહમાં 5 થી 8 ડિગ્રી તાપમાનમાં વધારો થયો છે.