ગરમી લાગશે કે વરસાદમાં ભીંજાશો? પાંચ દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી, ફટાફટ જાણીને જ બહારના પ્લાન કરજો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat weather forecast :  ગુજરાતમાં શરૂ થયેલું નૈઋત્યનું ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું સમાપ્ત થઈ ગયું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે અને વાતાવરણ સૂકુ બની શકે છે. આ સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું (Ambalal Patel) અનુમાન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) 6થી 8 ઓક્ટોબર સુધી સક્રિય રહેશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં ચાલતી સિસ્ટમના કારણે સિક્કિમ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

 

 

ગુરૂવારે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ (manorama mohanti) જણાવ્યું કે”આગામી પાંચ-સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. વળી, તાપમાનમાં પણ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. આગામી સાત દિવસ સુધી હવામાન યથાવત્ રહેશે, એમ તેમણે કહ્યું હતું. એટલે કે આગામી બુધવાર સુધી વાતાવરણ યથાવત્ રહેશે.

 

 

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ 2018ની હાઈવોલ્ટેજ મેચ 14મીએ અમદાવાદમાં રમાશે. જેના કારણે લોકો અત્યારથી જ ખૂબ ઉત્સાહિત છે. જોકે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, શું આ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન નાંખશે ? જેના જવાબમાં મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોતાં 14મીએ વરસાદ પડવાની ખાસ શક્યતા નથી.

 

 

આ ઉપરાંત હવામાન વિભાગે પણ નવરાત્રીની આગાહી કરી છે. આ અંગે ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 15મીએ અમદાવાદમાં વરસાદની ખાસ શક્યતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકલ સિસ્ટમ હશે તો અમે તમને જણાવીશું.

 

1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો

અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!

ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો

 

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 થી 9 ઓક્ટોબરના રોજ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. તે પછી પણ ત્યાં એક મજબૂત વેસ્ટન વિક્ષેપ હશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા અને કરા પડશે. જેના કારણે 6થી 8 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહેશે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઝડપથી ઠંડી પડી શકે છે.

 

 


Share this Article