Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યમાં આજના દિવસ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. શનિવારે રાજ્યમાં જુનાગઢ, નવસારી અને અમદાવાદમાં થયેલા વરસાદે કપરી સ્થિતિનું નિર્માણ કર્યું હતું, હજુ પણ ઘણાં ભાગોમાં વરસાદના પાણી ઘરોમાં તથા ખેતરોમાં ઘૂસેલા છે, હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે ચોમાસાની ગતિ આગામી સમયમાં કેવી રહેવાની છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, કચ્છ, મોરબી, જામનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
અંગે આગાહી કરીને હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 23-24 તારીખે અમદાવાદમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. હાલ રાજ્યમાં થઈ રહેલા ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદનું કારણ પૂર્વ-પશ્ચિમ ટ્રોફની સાથે મોનસુન ટ્રોફ પણ છે. આ સિવાય બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર દેશની અંદર પ્રવેસી ગયું છે, અને તે ધીરે-ધીરે ગુજરાત તરફ આવશે અને તેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે.