Gujarat Weather: આજથી ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત થઇ રહી છે, ત્યારે રાજ્યનું હવામાન કેવું રહેશે તેના પર પણ આખા ગામની નજર છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે નહીં? આ સવાલ અત્યારે શેરીએ શેરીએ જોવા મળી રહ્યો છે. કારણ કે પહેલા અને બીજા નોરતે વરસાદ ખાબકવાની પુરી શક્યતા છે.
તમામ ખેલૈયાઓ પણ જાણવા માગે છે કે આખરે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેવો પડશે. ત્યારે રાજ્યનું વાતાવરણ કેવું રહેશે અને વરસાદ પડશે કે નહીં? તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે પહેલા નોરતે 15મી ઓક્ટોબરે ઉત્તર ગુજરાતના અવલ્લી, મહીસાગર અને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રના બોટાદ અને ભવનાગર જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના છે.
વાત કરીએ 16મી તારીખની એટલે કે બીજા નોરતાની તો ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બાકી જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
ગુજરાતમાં મેઘરાજાનું દે દનાદન, આજે 10 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ
તો વળી જ્યારે આગામી 17, 18, 19 અને 20મી ઓક્ટોબરે વરસાદની કોઇ આગાહી નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. જે ખેલૈયાઓ માટે રાહતની લાગણી અનુભવાય એવા સમાચાર છે.