હવે વરસાદ ખાબકશે કે કેમ? બાકીના નોરતામાં હવામાન કેવું રહેશે? નવરાત્રિમાં જાણો હવામાન વિભાગની નવી આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat weather report :  રાજ્યમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે મેઘરાજા પોતાનો રંગમાં ભંગ કરવા આવે તેવી ચિંતા ખેલાડીઓને સતાવી રહી છે. હવામાન વિભાગે (Meteorological department) ખેલાડીઓની આ મૂંઝવણનો ઉકેલ લાવી દીધો છે. અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાનની આગાહી કરી છે. સોમવારે બપોરે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં ખેલાડીઓ માટે હવામાન સારું રહેવાની ધારણા છે.

 

અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આજથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. કોઈપણ જિલ્લામાં વરસાદની સંભાવના નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. પાંચ દિવસ પછી તેમાં એક કે બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.

 

 

હવામાનની આ આગાહીથી ખેડૂતો અને ખેલાડીઓ ખુશ છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 8.30 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે, સવારે 8.30 વાગ્યા પછી વરસાદની કોઈ શક્યતા નથી.

 

 

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. ભારે પવન અને કરા પડવાની સંભાવના રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે.

 

 

 

ચારધામ યાત્રા માટે આવતા ભક્તોએ નવો ઈતિહાસ રચ્યો, મુલાકાતીઓની સંખ્યા 50 લાખને પાર

પાકિસ્તાની કોચ સામે થશે કાર્યવાહી! ICC અધ્યક્ષે આર્થરના નિવેદનની સમીક્ષા કરવાનું કહ્યું

પરિણીતી ચોપરા કોની સાથે માલદીવ ગઈ? અભિનેત્રીએ એક ખાસ વ્યક્તિનું નામ પોસ્ટ કર્યું છે

 

 

આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં તોફાન આવશે. 18 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં હલચલ થશે અને લો પ્રેશર રહેશે. 22 ઓક્ટોબર સુધી તોફાનની સંભાવના રહેશે. આ વાવાઝોડું ઝડપી હશે. તેમાં ઉત્તર-પૂર્વીય પવનોની ગતિ મળશે. બંગાળની ખાડીમાં ભેજ મળશે, જે આ સિસ્ટમને મજબૂત બનાવશે. જેના કારણે ગોવાથી પશ્ચિમ ઘાટના નીચલા ભાગ સુધી ભારે વરસાદની સંભાવના રહેશે.


Share this Article
TAGGED: ,