ગુજરાતના ખેડૂતો આનંદો, આજથી સતત 3 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે, અનેક જિલ્લામાં રસ્તાઓ નદીમાં ફેરવાશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: ગઈકાલ આઠમ અને જન્માષ્ટમીના દિવસની વાત કરીએ તો મેઘરાજાએ ગુજરાતીઓનું માન રાખ્યું હતું અને ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી લઈ મધ્ય વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે ધોધમાર વરસાદની આગાહી છે જેથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ઘણા સમય પછી ગુજરાત પર મેઘરાજા કૃપા કરવાના છે. કેટલાય દિવસોથી ખેડૂતો વરસાદ માટે તરસી રહ્યા છે. ઓગસ્ટના અંતરાલ બાદ હવે ફરી એકવાર રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે.

આપણે જાણીએ છીએ એમ ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ થયો હતો. તેને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

આગામી 3 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જો આગામી 3 દિવસ માટે વરસાદની આગાહીની વાત કરીએ તો આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પુર આવે એવા વરસાદની વકી છે. તો વળી ગઈકાલે મહેસાણામાં પણ લાંબા સમય બાદ મેઘસવારી આવી પહોંચી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઘરમાં કૂતરો રાખવાથી પણ બની શકો છો ધનવાન, આ 3 ગ્રહોની અપરંપાર કૃપા વરસે; બસ આ વાતોનું ધ્યાન રાખજો

કોરોનાએ આખી દુનિયાને ફરી ટેન્શન આપ્યું, ધડાધડ વધી રહ્યો છે મૃત્યુઆંક, WHOએ બધા દેશો પાસેથી ડેટા માંગ્યા

પીપળાના ઝાડના આ ખાસ ઉપાયોથી ઘરમાં થશે પૈસાનો વરસાદ, તમારું સૌથી મોટું સપનું પૂરુ કરવાનો મોકો

સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે હવે આજથી 3 દિવસ પણ ધોધમાર વરસશે એવી આગાહી કરવામાં આવી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly