VIDEO: વલસાડમાં કિર્તીદાન ગઢવીએ જમાવટ કરી, મોટી મોટી ચલણી નોટોનો વરસાદ થયો, કલાકાર આખો ઢંકાઈ ગયો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Kirtidan Gadhvi Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો વલસાડનો છે, જેમાં એક ભજન કાર્યક્રમ દરમિયાન ગુજરાતી લોક ગાયક કીર્તિદાન ગઢવી પર અંધાધૂંધ પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા શનિવારે રાત્રે એટલે કે 11મીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે ગાયકની બાજુમાં નોંટોની ચાદર ફેલાયેલ ગઈ હતી. આ વીડિયો ANI દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યો છે.

ANI દ્વારા ટ્વીટ કરાયેલા આ વીડિયોમાં કિર્તીદાન હાર્મોનિયમ સાથે ભજન ગાઈ રહ્યો છે, તેના પોડિયમની સામે સફેદ શર્ટ પહેરેલા કેટલાક પુરુષો 10, 20, 50 અને 100 રૂપિયાની નોટોનો વરસાદ કરતા જોવા મળે છે. ધીમે ધીમે સમગ્ર સ્ટેજ ચલણી નોટોથી ઢંકાઈ જાય છે. સંગીતની સાંજ દરમિયાન પૈસાનો વરસાદ કરવાની પ્રથા અસામાન્ય નથી. કાર્યક્રમ પૂરો થયા પછી, આ નોંટો ભેગી કરવામાં આવે છે અને સામાજિક કલ્યાણ માટે ઉપયોગમાં લેવાય છે.

ધ્રુજાવી નાખતો ઘટસ્ફોટ: સતીશ કૌશિકને ઝેર આપીને મારવામાં આવ્યા? આરોપ બાદ ફાર્મહાઉસના માલિકે મૌન તોડ્યું અને કહ્યું-…

દીપિકા પાદુકોણે રડતાં-રડતાં વર્ષો પછી કર્યો સૌથી મોટો ઘટસ્ફોટ, કહ્યું- રણબીર કપૂરે બંધ રૂમમાં મારી સાથે…

તો હવે મહુડીમાં સુખડીના બદલે પ્રસાદ તરીકે ગોળ-ધાણા શરુ કરાશે?… અંબાજી મામલે કોંગ્રેસ ભાજપ પર કર્યો અણીદાર પ્રહાર

ગઢવીએ આ ખાસ પ્રગંસે વાત કરી કે, ‘આ કાર્યક્રમ ગાયોની સેવા માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવ્યો હતો, જેઓ બીમાર છે અને ચાલી શકતી નથી. બધા પૈસા ચેરિટીમાં જાય છે.’ આ પહેલીવાર નથી જ્યારે લોકોએ ભજનના કાર્યક્રમોમાં લાખોની સંખ્યામાં વરસાદ કર્યો હોય. ડિસેમ્બર 2022 માં, ગુજરાતના નવસારી ગામમાં એક ભજન કાર્યક્રમમાં ગઢવી પર 50 લાખ રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. 2017 અને 2018માં પણ આવા જ વીડિયો સામે આવ્યા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly