વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાણાંમંત્રીના હસ્તે ‘વિકસિત ગુજરાત @ 2047’નું વિમોચન કરાયું

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે #VGGS2024 ના ભાગરૂપે ‘Gujarat’s Roadmap for Viksit Bharat @ 2047’ વિષય પર આયોજિત સેમિનારમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે તેમજ દેશ-વિદેશના અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. આ અવસરે મહાનુભાવોન હસ્તે ‘વિકસિત ગુજરાત @ 2047’ ના રોડમેપને દર્શાવતા ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં ‘વિકસિત ભારત @ 2047’નું આહ્વાન કર્યું છે અને નીતિ આયોગના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવેલ ‘વિકસિત ગુજરાત @ 2047’ રોડમેપ દ્વારા વડાપ્રધાનના આ આહ્વાનને વાસ્તવિક રૂપ આપવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

વાઇબ્રન્ટ સમિટમાં દેશનો જય જયકાર.. ગુજરાતમાં 3,200 કરોડનું રોકાણ કરશે સુઝુકી ગ્રૂપ, તોશિહિરો સુઝુકીનું મોટું એલાન

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા સાથે મુલાકાત યોજી બેઠક

મુખ્યમંત્રીએ #VibrantGujaratGlobalSummit ના શુભારંભના દિવસે જ રોડમેપ દર્શાવતા ડોક્યુમેન્ટના લોન્ચિંગને સોનેરી અવસર ગણાવી આર્થિક, ઔદ્યોગિક તેમજ સામાજિક ક્ષેત્રોના વિકાસ સાથે વિકસિત ગુજરાતના નિર્માણ માટે નિર્ધારિત લક્ષ્યની રૂપરેખા આપી હતી.


Share this Article