Hardik Pandya Health Update : વર્લ્ડ કપ 2023ની મેચમાં બાંગ્લાદેશ સામે બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને (hardik pandya) ઈજા થઈ હતી. આ પછી તે લંગડાતો લંગડાતો મેદાનની બહાર જતો રહ્યો હતો અને બાદમાં તેના પગની ઘૂંટી પણ સ્કેન કરવામાં આવી હતી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે પંડ્યા 22 ઓક્ટોબરના રોજ ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ઓલરાઉન્ડર બેંગ્લુરુમાં એનસીએમાં સારવાર માટે જશે. ત્યાં તે ઇંગ્લેન્ડના નિષ્ણાત તબીબોને જોશે. તેમને ઇન્જેક્શન પણ આપી શકાય છે. બાંગ્લાદેશ સામેની મેચની વાત કરીએ તો વિરાટ કોહલીની સદીના આધારે ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે મોટી જીત નોંધાવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર હાર્દિક પંડ્યા લખનઉમાં ટીમ સાથે જોડાઇ શકે છે, અને તે 29 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ રમી શકે છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે, હાર્દિક પંડયા બેંગાલુરુ જશે, જ્યાં તેને એનસીએને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. તબીબી ટીમે તેના પગની ઘૂંટીના સ્કેન રિપોર્ટનું મૂલ્યાંકન કર્યું હતું અને એવું લાગે છે કે તે ઇન્જેક્શનથી સ્વસ્થ થઈ જશે. બીસીસીઆઇએ ઈંગ્લેન્ડના સ્પેશિયાલીસ્ટ ડોક્ટરની સલાહ લીધી હતી અને તેમનો પણ આવો જ અભિપ્રાય હતો. તે આગામી મેચ રમી શકશે નહીં.
બોલિંગ દરમિયાન લિટન દાસના શોટને રોકતી વખતે હાર્દિક પંડ્યાને ઈજા થઈ હતી. તેઓ મેચમાં માત્ર 3 બોલ જ ફેંકી શક્યા હતા. આ પછી તે આખી મેચમાં પાછો ફર્યો નથી. જોકે ઈજાગ્રસ્ત હાર્દિકને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવા અંગે કોઈ ચર્ચા થઈ રહી નથી. જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, હાર્દિકને થોડી મુશ્કેલી પડી હતી, તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. આવતીકાલે સવારે તેને કેવું લાગે છે તે આપણે જોઈશું. આ પછી, અમે ભવિષ્ય વિશે વિચારીશું.
આ પહેલા વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો.ઓલરાઉન્ડર અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.આ પછી અક્ષરની જગ્યાએ આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.અશ્વિનને અત્યાર સુધી માત્ર એક જ મેચમાં તક મળી છે.ઓસ્ટ્રેલિયા સામે તેને એક વિકેટ મળી હતી.જો હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે તો અશ્વિન અથવા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીમાંથી કોઈ એકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.
આજે શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ, મા કાત્યાયની માતાના આશીર્વાદથી દરેક બગડેલા કામ સુધરી જશે
વર્લ્ડ કપ 2023માં 30 વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 4 મેચમાં 16.3 ઓવર ફેંકી છે. 23ની એવરેજથી 5 વિકેટ લીધી છે. ઈકોનોમી 6.84ની છે. 34 રનમાં 2 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે.તેને માત્ર એક જ વાર બેટિંગ કરવાની તક મળી.ઓસ્ટ્રેલિયા સામે 11 રન બનાવ્યા બાદ તે અણનમ રહ્યો હતો.તેની ઓવરઓલ ODI કરિયરની વાત કરીએ તો પંડ્યાએ 86 ODIમાં 84 વિકેટ લીધી છે.તેમજ 11 અડધી સદીની મદદથી 1769 રન બનાવ્યા હતા.92 રન અણનમ શ્રેષ્ઠ પ્રદર્શન છે.