એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યની 17 જેલમાં એક સાથે દરોડા પાડતા હાહાકાર મચી ગયો છે. 1700થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની DGP ઓફિસમાં એક બેઠક મળી હતી અને ત્યારબાદ રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કડક કાર્યવાહી હાથધરાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ DGP ઓફિસમાં લગભગ બે કલાક સુધી બેઠક યોજી હતી. જેમાં DGP, ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક પુરી થયા બાદ તરત જ રજ્યભરની જેલોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલી સુચના અંતર્ગત આજે ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા જેલ પર 30 મિનિટ સુધી આ કાર્યવાહી ચાલી હતી. ત્યાં જ આ દરમિયાન મુખ્ય ગેટ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જેમા 100 જેટલો પોલીસ કર્મી સ્ટાફ જેલની અંદર હતો.
સરકારનો મોટો નિર્ણય, હવે બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 10 લાખની સહાય, સીધા ખાતામાં જ જમા થઈ જશે
એ જ રીતે સુરતની અત્યાધુનિક ગણાતી લાજપોર જેલમાં પણ પોલીસનો કાફલો ઉતર્યો હતો. ઉચ્ચ અધિકારીઓની ટીમ લાજપોર જેલ ખાતે પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરોડા બાદ લાજપોર જેલમાંથી કઈ મળે છે કે કેમ તે આગામી સમયમાં જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે લાજપોર જેલમાંથી ભૂતકાળમાં મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે, ત્યારે હાલ લાજપોર જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.