BREAKING: ભાવનગરમાં વાતાવરણ પલટાયું, વીજળીનાં કડકા ભડાકા સાથે મેઘો મંડાયો, અનકે વિસ્તારમાં જળબંબાબકાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
varsad
Share this Article

ભાવનગરમાં શુક્રવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો છે. શહેરમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. ભાવનગરમાં વિજળીનાં કડકા ભડાકા અને પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતાં શહેરનાં જસોનાથ સર્કલ નજીક હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી થયા હતા. જોકે હોર્ડિંગ્સ બોર્ડ ધરાશયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

ભાવનગર શહેરમાં અનકે વિસ્તારમાં પાણી ભરાયાની સાથે શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ છે તો શહેરનું તાપમાન 41 ડિગ્રી રહેવા પામ્યું હતું. બપોર સુધી 41 ડિગ્રી ગરમી બાદ સાંજે પાંચ વાગ્યે એકાએક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

varsad


ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી શુક્રવારે સાંજે વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે પવન વચ્ચે વરસાદ ભાવનગરનું મહત્તમ તાપમાન 41.0 ડીગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડીગ્રી રહેવા પામ્યું હતું . વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયુ હતું. જ્યારે પવનની ઝડપ 38 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

આ પણ વાંચો

હવાનું દબાણ, વાવાઝોડાના પુરેપુરા એંધાણ, ચોમાસું બેસી જશે અને મુશળધાર વરસાદ પડશે, અંબાલાલ પટેલની નવી આગાહી

WTC ફાઇનલમાં કોહલી-પુજારા ફ્લોપ થશે? રોહિત-જાડેજાના ખભા પર આવી સંપૂર્ણ જવાબદારી, આ રેકોર્ડ જોઈને તમે સમજી જશો

ઘાતક આગાહી: બસ આ તારીખ સુધી મજા કરી લો, ફરીથી વાતાવરણ પલટાશે અને અંગ દઝાડતી ગરમી પડવાનું શરૂ

હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તારીખ 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.


Share this Article