આખા ભારતમાં માવઠાંએ ધબધબાટી બોલાવી, ગાડીઓ રસ્તા પર તણાઈ ગઈ, રોડ જાણે નદીઓ બની ગયાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

દેશના ઘણા વિસ્તારોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા રહ્યું છે, પરંતુ તેલંગાણામાં વરસાદે સમસ્યા સર્જી છે. વરસાદના કારણે હૈદરાબાદ શહેર ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સવારથી પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

rain

આ વરસાદ એટલો જોરદાર છે કે રસ્તા પર ઉભેલા વાહનો પણ પાણીના વહેણમાં વહી ગયા અને રસ્તાઓ નદી બની ગયા. હૈદરાબાદની પદ્મ કોલોનીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વરસાદનું પાણી નદીની જેમ રસ્તા પર વહી રહ્યું છે અને તેજ પ્રવાહ સાથે નીચાણવાળા વિસ્તાર તરફ જઈ રહ્યું છે.

આ દરમિયાન રસ્તા પર ઉભેલા વાહનો પણ તેની લપેટમાં આવી ગયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. મધ્ય તેલંગાણાના સિદ્દીપેટ, યાદદ્રી-ભોંગીર, જાનગાંવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

હવે જો હેડફોન વગર વીડિયો જોયા તો 5000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ, ફટાફટ જાણી લો નવો નિયમ

હીટવેવને કારણે અર્થતંત્ર બરબાદ થઈ જશે! રિપોર્ટ જોઈને આખો દેશ હચમચી ગયો, બ્લેક આઉટનો સૌથી મોટો ભય

રાત્રે સુઈ ગઈ અને સવારે આ મોડેલની લાશ બેડરૂમમાં લટકતી મળી, છેલ્લા વીડિયોમાં કહ્યું હતું- મેં ઘણી કોશિશ કરી, પરંતુ….

આ સાથે વારંગલ, હનમકોંડા, મહબૂબાબાદ, સરસિલ્લા, કરીમનગર, કામરેડ્ડી, ભદ્રાદ્રી-કોથાગુડેમના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી સમગ્ર તેલંગાણામાં ભારે વરસાદ અને કરા પડશે.


Share this Article