અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે અને આ ઘાતક આગાહી હાલમાં ખુબ ચર્ચાનો વિષય છે. અંબાલાલે જણાવ્યુ છે કે, આગામી 48 કલાક મેઘ તેનું રૌદ્ર રૂપ બતાવશે. આ વરસાદને કારણે દરેક લોકોને સજાગ રહેવું સારું રહેશે. બીજી તારીખ સુધી કેટલાક ભાગમાં વરસાદ રહેશે. આગામી બે દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેશે. આજે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલે એ પણ કહ્યું કે મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે અને અહીંની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ અને ગાંધીનગર સુધી ભારે વરસાદ તો પંચમહાલમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ બારે મેઘ ખાંગા થવાની શક્યતા રહેશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર
LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે
જુલાઇ મહિના વિશે પણ અંબાલાલે આગાહી કરી છે અને જણાવ્યું છે કે જુલાઇ મહિનામાં પાંચ તારીખ સુધી તો વરસાદ રહેશે. આ સાથે 8થી 12 તારીખે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 11, 12 અને 13 તારીખે દરિયાકાંઠે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. આ સાથે 18, 19, 20 તારીખમાં પણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકશે.