ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં લંડનમાં છે અને અહીંથી હિના ખાને એક એવોર્ડ ઈવેન્ટમાં પોતાના લુકની ખાસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે તસ્વીરો સામે આવી છે તેમાં હિના ખાનની એક કરતા વધુ બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. હિના ખાને આ સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ ફોટોઝમાં હિના ખાન સ્ટાઈલિશ વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ હોટ અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે જેના પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
આ એવોર્ડ ઈવેન્ટમાં હિના ખાનને તેની ફિલ્મ ‘લાઈન્સ’ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી ફેશન ડિઝાઈનર તરુઆ તિહલાનીના સુંદર ડ્રેસમાં જોવા મળી હતી.
હિના ખાન વ્હાઈટ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસના આ સુંદર લુક પર ચાહકોની નજરો અટકી રહી છે.
ફ્રાન્સ પહોંચતાની સાથે જ હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં, હિના ખાનના કાન્સ લુકનો સ્કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
હિના ખાન લગભગ બે વર્ષ પછી ફરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વોક કરવા જઈ રહી છે.
હિનાએ કાન્સમાં તેના રેડ કાર્પેટ ડેબ્યૂને ધમાલ કરી હતી. તેણે ગ્રે કલરનો ચમકદાર ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં તે કોઈ અપ્સરા જેવી લાગી રહી હતી.
ફરી એકવાર તે પોતાની સુંદરતાનો જાદુ ફેલાવવા માટે રેડ કાર્પેટ પર પગ મુકવા જઈ રહી છે અને આ વખતે પણ તે ત્યાં હાજર સુંદરીઓને ટક્કર આપવા જઈ રહી છે.
હિના ખાન ખૂબ જ સ્ટાઇલિશ અભિનેત્રી છે અને તેની સ્ટાઇલથી તે આ વખતે પણ રેડ કાર્પેટ જીતશે. તેના ફેન્સ હિનાના કાન્સ લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.