હીરા બા જીવનને જોડનાર અને પરિવારને ઘડનાર સૌમ્ય શિલ્પી હતા : હાર્દિક હુંડિયા
માતા માટે શું લખું ? માતા એ પોતે વડાપ્રધાન ને લખ્યા છે
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ મને પણ માતા હીરા બા નું સન્માન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે.સામાજિક કાર્યકર્તા હાર્દિક હુંડિયાએ જણાવ્યું છે કે મુંબઈમાં લગાતાર ઘણા વર્ષો થી ઓ ..બા …માઁ કાર્યક્રમ માં અનેક માતાજી ઓનું સમ્માન કરનાર વરિષ્ઠ સમાજસેવી હાર્દિક હુડીયાએ જણાવ્યું કે આ જ કડી માં આદરણીય હીરા બા નું સમ્માન ખાસ મુંબઈ માં નહીં પરંતુ તેમના નિવાસસ્થાન અમદાવાદ ગાંધીનગર જઈને તેમને સમ્માનીત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું . અમદાવાદ ગાંધીનગરમાં તેમના ઘરે હીરા બા ના પગને દૂધ અને પાણીથી ધોયા પછી તિલક, માળા , શ્રીફળ , સોનેરી ફૂલ,
શાલ અને સન્માન પત્રથી નવાજવામાં આવ્યા.
હીરા બા નું વ્યક્તિત્વ જે મેં જોયું છે તેઓ ખૂબ જ શાંત અને સરળ સ્વભાવ નાં હતા પરંતુ તેમની દ્રષ્ટિ બાજ જેવી હતી.
હીરા બા ને જ્યારે શ્રીફળ આપ્યું, ત્યારે બાએ તેને આદરપૂર્વક એવી રીતે માથે લગાડ્યું તે જોઈને કહી શકાય છે કે સન્માનની કિંમત ખરેખર અમૂલ્ય છે . જ્યારે સમ્માન નું કાર્ય પુરૂ થયું . ત્યારે હીરા બા એ જે રીતે મને અને મારી પત્ની શ્રીમતી સુનીતા હુંડિયાને અમારા બંનેના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા તે હું ક્યારેય ભૂલીશ નહીં.
હાર્દિક હુંડિયાએ જણાવ્યું છે કે જે રીતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની માતા હીરા બાનું સન્માન કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને પણ તેવો જ અવસર મળ્યો છે. હીરા બા ની સાથે જેટલો સમય મેં વિતાવ્યો, બાની સાદગી, બાની અનુભવી નજર અને ઓછું બોલવું પણ તેમની આંખો ઘણું કહી જાય છે. તે મેં અનુભવ્યું હતું.
આજે આપણે હીરા બા જેવી અમૂલ્ય માતા ગુમાવી છે, જેણે દેશને આવા સફળ વડાપ્રધાન આપ્યા છે, જેઓએ આપણા દેશનું વિશ્વમાં નામ રોશન કર્યું છે.
૧૦૦ વર્ષની ઉંમરે પણ હીરા બાનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. પોતાના જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરીને તેમણે રસ્તો શોધી કાઢ્યો અને પોતાના પુત્રને વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા .
વડા પ્રધાનની માતા બન્યા બાદ પણ તેમણે ખૂબ જ સાદું જીવન જીવ્યું છે. હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે અમે ઓ.. બા. ..માઁ કાર્યક્રમમાં અમને ૧૦૯ વર્ષની માતા સાથે અનેક માતાઓનું સન્માન કરવાની અમૂલ્ય તક મળી છે. માઁ હીરા બા માટે શું લખું? જે માતા એ લખતા
શીખવ્યું છે.
હાર્દિક હુડીયા એ વધુ માં જણાવ્યું કે હીરા બા એ હીરા જેવા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઇ મોદી પ્રધાનમંત્રી નાં રૂપ માં દેશ ને આપેલ છે . આજે આ હીરા ની ચમક વિશ્વ પટલ પર રોશની આપી રહી છે