નરેન્દ્ર મોદી પછી દેશના નવા વડાપ્રધાન કેવા હોવા જોઈએ? ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો, ચારેકોર બસ એની જ ચર્ચા

Lok Patrika Desk
By Lok Patrika Desk
pm modi
Share this Article

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2024ની ચૂંટણી પહેલા મોટી દાવ રમી છે. દક્ષિણના રાજ્યોમાં સતત હાર બાદ અમિત શાહે તમિલ પીએમની વકીલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ ચેન્નાઈમાં ભાજપના પદાધિકારીઓની બંધ બારણે બેઠકમાં અમિત શાહે કહ્યું કે, અમે તમિલનાડુના બે સંભવિત વડાપ્રધાન કામરાજ અને મૂપનારની તક ગુમાવી દીધી છે. તેમના વડાપ્રધાન ન બની શકવા માટે DMK જવાબદાર છે.

pm modi

“કેટલાક ગરીબ તમિલ પીએમ બન્યા”

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું કે ગરીબ પરિવારમાંથી એક તમિળ ભારતનો વડાપ્રધાન બનવો જોઈએ. પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી. 2024ની લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં તમિલનાડુના બે દિવસીય પ્રવાસ પર આવેલા અમિત શાહ ચેન્નાઈમાં પાર્ટીના કાર્યકર્તાઓની બંધ બારણે બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.

ડીએમકે અને તેના દિવંગત વડા એમ. કરુણાનિધિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તમિલનાડુના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જેમ કે કે. કામરાજ અને જી.કે. મૂપનારમાં વડાપ્રધાન બનવાની સંભાવના હતી, પરંતુ કરુણાનિધિએ તેમની તકોને નિષ્ફળ બનાવી દીધી.

pm modi

અમિત શાહે આવું કેમ કહ્યું

તમિલ વડા પ્રધાનની માંગને અમિત શાહ દ્વારા ડીએસકેને ઘેરી લેવાના પગલા તરીકે જોવામાં આવે છે, જેણે કહ્યું છે કે તે તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો અને પુડુચેરીમાં એકમાત્ર જીતશે. શાહની ‘તમિલ પ્રાઇમ મિનિસ્ટર’ ટિપ્પણીને તમિલનાડુ સુધી ભાજપની પહોંચ માટે પૃષ્ઠભૂમિ સેટ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તિરુવદુથુરાઇ અધાનમનું સેંગોલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે નવી સંસદની ઇમારતની અંદર સ્થાપિત કર્યું હતું.

આ પણ વાંચો

Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી

કોંગ્રેસે બધાને વચન તો આપી દીધું પણ હવે કેન્દ્રીય મંત્રીએ ઝાટકણી કાઢી, કહ્યું -500 રૂપિયામાં સિલિન્ડરના કાગળ પણ ના આવે

વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ

તમિલનાડુ પ્રવાસમાં તમિલ સ્વાભિમાનની બૂમો પાડ્યા બાદ અમિત શાહે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જાહેરસભા યોજીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “યુપીએ સરકારે તેના 10 વર્ષમાં 12 લાખ કરોડનું કૌભાંડ કર્યું હતું. અત્યાર સુધી મોદીજીની 9 વર્ષની સરકાર પર એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. યુપીએ સરકાર દરમિયાન ‘આલિયા, માલિયા જમાલિયા’ ‘ પાકિસ્તાનથી અહીં ઘૂસીને બોમ્બ વિસ્ફોટ કરતા હતા. મનમોહન સરકારમાં તેમની સામે કંઈ કરવાની હિંમત નહોતી. આ નવ વર્ષમાં પીએમ મોદીની સરકારે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ કર્યું.


Share this Article