રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ આવ્યો છે. છેલ્લા 6 વર્ષમાંથી 3 વર્ષેમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જો કે, સવાલ એ થઈ રહ્યો છે કે, આ વર્ષે શું સ્થિતિ રહેશે?
નિષ્ળાંતોના મતે ચોમાસું વહેલું બેસે કે મોડું, તેના કરતાં વરસાદ કેટલો થશે, તે મહત્વનું છે. 6 વર્ષમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થયું અને કેટલા ટકા વરસાદ પડ્યો તેની વિગતો જોઈએ તો 6 વર્ષમાં ગુજરાતમાં ચોમાસું 9થી 25 જૂનની વચ્ચે જ શરૂ થયું છે. વર્ષ 2017માં 12 જૂને ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 112.18 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે 2018માં 23 જૂને ચોમાસું બેઠું અને ગુજરાતમાં સરેરાશ 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. તો વર્ષ 2019માં 25 જૂને ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં સરેરાશ 146.17 ટકા વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ
2020માં 14 જૂને ચોમાસું બેસી ગયું હતું અને સરેરાશ 136.85 ટકા વરસાદ નોંધાયો હતો. 2021માં 09 જૂને ચોમાસું બેસી ગયું હતું અને સરેરાશ 94.48 ટકા વરસાદ નોંધાયો હતો. તેમજ 2022માં 13 જૂને ચોમાસું બેસી ગયું હતું અને સરેરાશ 122.09 ટકા વરસાદ નોંધાયો હતો. ક્યારેક એવું પણ બન્યું છે કે, ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવા છતાં વરસાદ ઓછો થયો હોય અને કેટલા વર્ષ એવા પણ છે જ્યારે ચોમાસું સમય કરતાં મોડું આવ્યું હોય તેમ છતાં વરસાદ સારો થયો હોય. આ તરફ ચાલુ વર્ષે 25મી જૂને ચોમાસું બેઠું છે. હવે આ વર્ષે ચોમાસાની સ્થિતિ શું હશે તે સમય બતાવી શકે છે.