ગુજરાતના મૌલાના સાથે લગ્ન કરીને બોલિવૂડને અલવિદા કહીને સૌને ચોંકાવનારી સના ખાન આ દિવસોમાં પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. સના પોતાના અંગત જીવન સાથે જોડાયેલા અપડેટ્સ ઈન્સ્ટાગ્રામ દ્વારા આપતી રહે છે. હવે ફરી એકવાર સનાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે બુર્જ ખલીફાની ટોચ પર બેસીને ચાની ચૂસકી લેતી જોવા મળી રહી છે. લગ્ન બાદ સના ખાન પોતાની શાનદાર લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
હવે ફરી એકવાર સનાએ તેના વૈભવી જીવનની ઝલક ચાહકો સાથે શેર કરી છે જેમાં તે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ ચા પીતી જોવા મળે છે. સના ખાન જે ચા પી રહી છે તે સામાન્ય ચા નથી, પરંતુ 24 કેરેટની ગોલ્ડ પ્લેટેડ ચા છે. આ દિવસોમાં સના ખાન તેના પતિ મુફ્તી અનસ સૈયદ સાથે દુબઈમાં વેકેશન મનાવી રહી છે. સના ખાને તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેની 24 કેરેટની ગોલ્ડ પ્લેટેડ ચાની તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ગોલ્ડ પ્લેટેડ ચાની કિંમતઃ સનાએ ઈન્સ્ટાગ્રામ પર ગોલ્ડ ટી અને સ્વાદિષ્ટ નાસ્તાની તસવીર પણ શેર કરી છે, જેણે ચાહકોને ઉત્સાહિત કર્યા છે. તમને જણાવી દઈએ કે સના ખાન બુર્જ ખલીફાના એટમોસ્ફિયર લાઉન્જમાં રહેતી હતી અને સનાએ ઈન્સ્ટા પોસ્ટ પર હેશટેગ #atmosphere પણ લખ્યું છે. અહીં ગોલ્ડ પ્લેટેડ ચાની કિંમત 160 દિરહામ એટલે કે લગભગ 3190 રૂપિયા છે.
સના-જીવે છે લક્ઝરી લાઈફઃ સના અને અનસ ખૂબ જ શાનદાર જીવનશૈલી જીવે છે. સુરતમાં અનસ સઈદનો આલીશાન અને વૈભવી બંગલો પણ છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ બંગલાની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. ભલે અનસ સઈદ સાદું જીવન જીવે છે અને સાદા કુર્તા-પાયજામા અને શૂઝ પહેરે છે, પરંતુ તેની કિંમત લાખોમાં છે.
સના અનસની પહેલી મુલાકાતઃ ‘બિગ બોસ 6’ ઉપરાંત ‘જય હો’, ‘ટોયલેટ – એક પ્રેમ કથા’ અને ‘વજહ તુમ હો’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી સના ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અનસ સઈદને કેવી રીતે મળી? તેણે કહ્યું હતું કે, ‘અમે પહેલીવાર 2017માં મક્કામાં મળ્યા હતા. હું ભારત પરત ફરી રહી હતી. તે દિવસે એક નાનકડી બેઠક હતી. અનસનો મારો પરિચય એક મુસ્લિમ વિદ્વાન તરીકે થયો હતો. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે મુફ્તી નથી પરંતુ આલીમ છે.
આગળ વાત કરતા તેણે કહ્યુ કે 2018ના અંતમાં તેમનો સંપર્ક કર્યો કારણ કે મારે ધર્મ સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવાના હતા. પછી એક વર્ષ પછી 2020માં અમે ફરીથી કનેક્ટ થયા. મને હંમેશા ઇસ્લામ વિશે વધુને વધુ જાણવા તરફ ઝુકાવ રહેતો હતો.