આજથી શરૂ થશે વર્લ્ડકપની વોર્મ અપ મેચો, જાણો ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે ભારત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ICC ODI World Cup Warm-up Matches 2023 :  5 ઑક્ટોબર 2023 થી રમાનારા ODI વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ (warm up) મેચો રમવાની છે, જે આજથી (29 સપ્ટેમ્બર) શરૂ થશે. પ્રથમ વોર્મ-અપ (warm up) મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા (Bangladesh and Sri Lanka) વચ્ચે ગુવાહાટીમાં રમાશે.પ્રથમ દિવસે કુલ ત્રણ વોર્મ મેચો રમાશે.બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તિરુવનંતપુરમમાં અને ત્રીજી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાશે.ટીમ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે.

 

ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે થશે

અપ મેચમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે થશે.ભારતની પ્રથમ મેચ 30 સપ્ટેમ્બર શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.આ પછી ટીમની બીજી મેચ 3 ઓક્ટોબરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે થશે.ભારતીય સમયાનુસાર મેચો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે.

તમામ ટીમો બે-બે વોર્મ-અપ મેચ રમશે.

વર્લ્ડકપ પહેલા તમામ 10 ટીમો 2-2 વોર્મઅપ મેચ રમશે. તારીખ 29મી સપ્ટેમ્બરથી શરુ થયેલી વોર્મઅપ મેચો તારીખ 3 ઓક્ટોબર સુધી રમાશે. પહેલા અને છેલ્લા દિવસે 3-3 મેચ રમાશે, બાકીના બીજા દિવસે 2-2 મેચ રમાશે. વોર્મઅપ મેચો માટે ત્રણ સ્થળો – બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ (ગુવાહાટી), ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (તિરુવનંતપુરમ) અને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (હૈદરાબાદ)ની પસંદગી કરવામાં આવી હતી.

 

 

ભારતે છેલ્લી ઘડીએ ફેરફાર કર્યા

જણાવી દઈએ કે ભારતીય ટીમે વોર્મઅપ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ 28 સપ્ટેમ્બરે ટીમમાં છેલ્લો ફેરફાર કર્યો છે. ટીમમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલના સ્થાને સ્ટાર સ્પિનર આર.અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું હતું. ઈજા સામે ઝઝૂમી રહેલો અક્ષર સમયસર સાજો થઈ શક્યો નહતો, જેના કારણે અશ્વિનને ભારતની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યોનથી.

 

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી, ખેલાડીઓએ પહોંચતાની સાથે જ પોતાનું વલણ બદલ્યું

ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઈસરોના વડા એસ સોમનાથે સોમનાથ મંદિરના દર્શન કર્યા, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર વિશેની નવીનતમ માહિતી આપી

 

 

વર્લ્ડ કપનો પ્રારંભ 5 ઓક્ટોબરથી થશે.

નોંધપાત્ર છે કે, વર્લ્ડ કપનો પ્રારંભ તારીખ પાંચમી ઓક્ટોબરથી થશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડના અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પહેલી મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.

 

 

 

 


Share this Article