ગુજરાત સરકારે એક નવી પહેલ કરી છે. જેમાં સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલન માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરી હતી. ટ્રાફિક પોલીસ અને RTOના ચલન સાથે વન નેશન વન ચલન પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઈ-ચલન દંડની રકમ 90 દિવસમાં નહીં ચૂકવાય તો આપો આપ ટ્રાફિક કોર્ટમાં ચલન મોકલવામાં આવશે. ત્યારબાદ વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.
ઈ ચલણ શું છે?
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા રેગ્યુલર ચલણનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ઈ ચલણ. ઈ ચલણ માટે તમે ઓનલાઈન અને ઓફલાઇન દંડ ભરી શકો છો.
ચલણ કોણ આપી શકે?
હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઊંચા પદના ટ્રાફિક પોલીસ અધિકારી ચલણ આપી શકે. સામાન્ય પોલીસ અધિકારી ના આપી શકે.
ચલણ ઓનલાઈન કેવી રીતે ભરી શકાય?
તમારા રાજ્ય મુજબ નીચે આપેલી લિંકને અનુસારો. https://www.acko.com/how-to-pay-traffic-fines-via-e-challan-in-delhi
અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે
જો વાહન જપ્ત કરાયું હોય તો કેવી રીતે ચલણ ભરવું?
સ્થળ પર જ ચલણ અપાયું હોવાના કિસ્સામાં નિયમનો ભંગ કરનારના મોબાઈલ નંબર ઉપર મેસેજ થશે. ઈ ચલણના કિસ્સામાં જે મોબાઈલ નોંધાયો હશે તેમાં મેસેજ જશે. કોર્ટનું એડ્રેસ તેમજ કઈ તારીખે અને સમયે મેજિસ્ટ્રેટ સામે હાજર થવાનું રહેશે તે પણ તેમાં દર્શાવ્યું હશે.