કરણી સેનાના રાજ શેખાવત અને પોલીસ વચ્ચે મોટો ડખો થઈ ગયો, અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર લાગે એ પહેલાં જ વિવાદ

Lok Patrika Desk
By Lok Patrika Desk
baba
Share this Article

ગુજરાતના 10 દિવસના પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને સારા પ્રતિસાદને લઇ ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. લોકો દિવ્ય દરબારમાં જોડાવા માટે પહોંચી રહ્યાં છે. પરિણામે ક્યાંક અવ્યવસ્થા, ક્યાંક વિરોધ, તો કયાંક રોષના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સુરત બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઇ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદના ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર દરમિયાન ઘર્ષણની ઘટના સામે આવી છે.

baba

ઘટના સ્થળે DCP સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો

ચાણક્યપુરીમાં કરણી સેના અને પોલીસકર્મીઓ સામસામે આવી ગયા હતા. ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે ભીડ એકથી થઈ હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા જવા મુદ્દે થયેલી બબાલમાં રાજ શેખાવત અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને પગલે DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ મહત્વનું છે કે પોલીસે ચાણક્યપુરીમાં કાર્યક્રમની મંજૂરી જ ન આપી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો

IPL ફાઈનલ: 5 ખેલાડીઓ કે જેમણે CSK ટીમને ચેમ્પિયન બનાવી, 4 એ 180+ ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા, જાણો અંદરની વાત

રાજકોટમાં ફરીથી બાગેશ્વર બાબાને લઈ ઘમાસાણ: કથિત કલ્કી અવતારે કહ્યું- ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે, કારણ કે…

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સનાતની ધર્મના પ્રચાર પ્રસારના મેસેજથી ગુજરાતમાંથી અનેક જાણીતી સંસ્થાઓએ સહકાર આપવાની જાહેરાત કરી છે. ત્યારે આગામી દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ અને અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાનાર છે જે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.


Share this Article