હાલમાં ગુજરાતમાં બાબા બાગેશ્વર ખુબ જ ચર્ચામાં છે. સુરતમાં તેમના 2 દિવસના દિવ્ય દરબાર બાદ અમદાવાદનો દરબાર વરસાદના કારણે રદ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટ શહેરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ રમેશચંદ્ર ફેકરે પોતાની જાતને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. આ વ્યક્તિ ભૂતકાળમાં સરકારના મહત્વના ખાતામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ માણસે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે અને જે ખુબ ચર્ચાઈ રહ્યું છે.
રમેશચંદ્ર ફેકરે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. અત્યારે જે કંઈ કરે છે તે તેમની સિદ્ધિ છે. જોકે, હવે તેની શક્તિ તૂટી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીય એ હનુમાનજીના પરમ ભક્ત છે. હનુમાનજી અને અને શિવજી ખૂબ જ ભોળા છે. પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સિદ્ધિનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શકતા હોય છે.
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
જો કે આટલું બોલીને કથિત કલ્કી અવતાર થંભી નથી જતાં. તેમણે વધારે જણાવ્યુ કે, કળિયુગમાં કોઈપણ વ્યક્તિ સાધના કરે તો તેને સિદ્ધિ મળે. આ પહેલા અનેક બાબાઓ જેલમાં ગયા. લોકો અત્યારે દુઃખી છે અને દુઃખના નિવારણ માટે બાબાઓ પાસે જાય છે. કળિયુગમાં 99 ટકા લોકો ભ્રષ્ટ, કામુક, કચંન અને કીર્તિમાં ભરમાયા છે. હું એટલે જ ક્યારેય જાહેરમાં જાતો જ નથી. તેમણે બાબા બગેશ્વરને લઈને કોઈ સ્પષ્ટ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે સિદ્ધિ હોવાની વાત પણ જણાવી હતી તો પોતાની શક્તિ અંગે પણ વાતો કરી હતી.