હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મે મહિનામાં ઘણી બધી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને જૂન 2023માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે. એટલે આગામી દિવસોમાં ભરતી જ ભરતી છે. આ મેગા ભરતીને લઇને હાલમાં સરકારમાં બેઠકોનો દૌર તેજ છે.
વિગતો મળી રહી છે કે સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગની બેઠકમાં ચર્ચા થઇ છે. તેમજ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ખાલી જગ્યા મુદ્દે પણ બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગત 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં હવે આગામી 10 વર્ષ એટલે 2033 સુધીના ભરતી કેલેન્ડરમાં અત્યાર સુધીની સૌથી મોટી સરકારી ભરતીઓની પરીક્ષા યોજાશે એવા સમાચાર લોકોમાં ખુશીનો માહોલ ઉભો કરી રહી છે. 2023 માં સૌથી મોટી ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે.
2000 Note: 1.80 લાખ કરોડની 2000ની નોટો RBI પાસે જમા થઈ ગઈ, હવે RBI આ નોટનું શું કરશે?
’17 વર્ષની ઉંમરે પણ છોકરીઓ બાળકને જન્મ આપતી હતી, કારણ કે…. ગુજરાત હાઈકોર્ટના જજે વકીલને કહ્યું
બિપરજોય વાવાઝોડું ભારતની એકદમ નજીક પહોંચી ગયું, ગુજરાત સહિત આટલા રાજ્યો માટે મોટો ખતરો, એલર્ટ જારી
શા માટે આટલી મોટી ભરતી આવી રહી છે એના જવાબમાં જાણવા મળ્યું છે કે સરકારના ઘણાં એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્ત થઇ ગયા છે. તેની સામે નવા કર્મચારીઓની નિમણૂક કરવાની હજૂ બાકી છે. આ કારણે જે તે વિભાગોમાં કામનું ભારણ વધી રહ્યુ હોવાના અહેવાલ છે જેથી સરકારે હવે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી બે વર્ષમાં સીધી ભરતીથી એક જ વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરાશે.