આવકવેરા વિભાગે મંગળવારે વાપી ઉદ્યોગ નગર સ્થિત શાહ પેપર મિલના યુનિટ સહિત મુંબઈની ઓફિસ અને સંચાલકોના રહેઠાણ સહિત કુલ 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કંપની પર આરોપ છે કે આ કંપનીએ 350 કરોડ રૂપિયાની ચોરી કરી છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમને 2 કરોડ રૂપિયા રોકડા અને 2 કરોડ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા છે. કંપની પર છેલ્લા 6-7 વર્ષમાં નકલી ખોટ દર્શાવવાનો અને ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.
આવકવેરા વિભાગે જણાવ્યું કે દરોડા દરમિયાન 2.25 કરોડ રૂપિયા રોકડા, 2 કરોડ રૂપિયાની જ્વેલરી, લોન અને લેજર સહિત ખરીદી અને વેચાણના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. દસ્તાવેજોની તપાસ પૂર્ણ થયા બાદ કરચોરી બહાર આવશે. જણાવી દઈએ કે આ પહેલા પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. હકીકતમાં, નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ વાપીના ઉદ્યોગ નગરમાં આવેલી શાહ પેપરમિલમાં કેટલાક બેનામી વ્યવહારો થયાની શંકાના આધારે સુરત કમિશનરેટના નેજા હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. 15થી વધુ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ માટે અગાઉથી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત
સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ
તમને જણાવી દઈએ કે વાપીમાં આ ગ્રુપના કુલ ત્રણ યુનિટ છે. જેમાં તાજેતરમાં એક યુનિટ બંધ કરવામાં આવ્યું છે. આ જૂથના બે યુનિટ અને સરીગામના ડાયરેક્ટર અને તેના બે સહયોગીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરચોરીના આરોપ બાદ શિક્ષણ જગતમાં પણ શાહ પેપર મિલની ચર્ચા શરૂ થઈ છે. કારણ કે આ 32 હજાર મેટ્રિક ટન કાગળની ખરીદી માટે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરનું નામ પણ છે. આગામી દિવસોમાં વધુ પેઢીઓ પણ પકડાય તેવી શક્યતા છે.