Pan Card Update: લોકો માટે કેટલાક સરકારી કામ કરવા ખૂબ જ જરૂરી છે. આ સરકારી કાર્યોમાંથી એક કામ લોકોને તેમના પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવાનું હતું. લોકોએ 30 જૂન 2023 સુધી પોતાના પાનકાર્ડને પોતાના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું હતું. જો કે, જે લોકોએ નિયત તારીખ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તેમના પાનકાર્ડ નિષ્ક્રિય થઇ ગયા છે. સાથે જ આવકવેરા વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે અને લોકો પોતાનું પાનકાર્ડ પણ ફરી શરૂ કરી શકે છે.
PAN કાર્ડ
બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને વિદેશી નાગરિકો કે જેમનું પાન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) આધાર લિંક ન થવાને કારણે નિષ્ક્રિય થઈ ગયું છે, તેમણે ફરીથી સક્રિય થવા માટે સંબંધિત આકારણી અધિકારીને રહેઠાણના સરનામાંના પુરાવા સબમિટ કરવા પડશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું છે. વિભાગે જણાવ્યું હતું કે કેટલાક બિન-નિવાસી ભારતીયો /વિદેશી નાગરિકો ઓફ ઇન્ડિયન ઓરિજિન (ઓસીઆઈ) એ તેમના પાનને નિષ્ક્રિય કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આવકવેરા વિભાગ
આવકવેરા વિભાગે ટ્વિટર પર લખ્યું છે કે, એનઆરઆઈએ છેલ્લાં ત્રણ આકારણી વર્ષમાંથી કોઇમાં પણ આઇટીઆર ફાઇલ કર્યું હોય અથવા સંબંધિત આકારણી અધિકારી (જેએઓ)ને તેમના રહેણાંકની સ્થિતિ અંગે જાણ કરી હોય તો તેમના સંદર્ભમાં રહેણાંકની સ્થિતિ નક્કી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ આકારણી વર્ષોમાં એનઆરઆઈએ તેમના રહેણાંક દરજ્જાને અપડેટ ન કર્યો હોય અથવા રિટર્ન ફાઇલ કર્યું ન હોય તેવા કિસ્સાઓમાં પીએએન નિષ્ક્રિય થઈ ગયા છે.
સહારામાં ફસાયેલા નાણાં આટલા દિવસોમાં મળી જશે, રોકાણકારોએ પોર્ટલ પર અરજી કરવી પડશે, જાણો પ્રક્રિયા
ખાતામાં 10 હજાર પણ નહોતા અને ATMમાંથી 9 કરોડ રૂપિયા ઉપાડી ગયા! જોરદાર અય્યાશી કરી અને પછી…
એનઆરઆઈ
આવકવેરા વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “એનઆરઆઈ કે જેમનું પાન નિષ્ક્રિય છે તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પાન સંબંધિત માહિતીમાં તેમના રહેણાંકના દરજ્જાને અપડેટ કરવાની વિનંતી સાથે તેમના સંબંધિત આકારણી અધિકારીઓ સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરે.”