ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. ન્યૂઝ એજન્સી ANIએ ગુરુવારે સેનાના સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી.
ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓ, લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, “આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટર, જે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશનલ સોર્ટી ઉડાન ભરી રહ્યું હતું, તેનો આજે સવારે 9:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે અકસ્માતની જાણ થઈ હતી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં એક પાયલટનું મોત થયું હતું. સંરક્ષણ પ્રવક્તા કર્નલ એ.એસ. વાલિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત 5 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગે આગળના વિસ્તારમાં નિયમિત સૉર્ટી દરમિયાન થયો હતો.
તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ હતા, જેમને તાત્કાલિક નજીકની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન પાયલોટનું મોત થયું હતું. અકસ્માત પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. કહેવાય છે કે ભારતીય સેનાના ચિતા હેલિકોપ્ટરની ગણતરી હળવા હેલિકોપ્ટરમાં થાય છે. તે સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે. ભારતીય સેના પાસે 200 ચિતા હેલિકોપ્ટર છે