દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક એપાર્ટમેન્ટ 369 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે. આ દેશમાં અત્યાર સુધીમાં વેચાયેલું સૌથી મોંઘું ઘર છે (Indias Costliest Apartment). આ લક્ઝરી ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં ખરીદવામાં આવ્યું છે. તેની એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ હેંગિંગ ગાર્ડન્સ છે. ગર્ભનિરોધક ઉત્પાદન બનાવતી ફેમી કેરના સ્થાપક જેપી ટાપરિયાએ તેને ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ ખરીદવા માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 19.07 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આટલા પૈસાથી ઘણા લક્ઝરી બંગલા બનાવી શકાય છે.
આ એપાર્ટમેન્ટ સુપર-લક્ઝરી રેસિડેન્શિયલ ટાવર, લોઢા મલબારનો એક ભાગ છે. તે 26મા, 27મા અને 28મા માળે છે. લોઢા ટાવર વાલકેશ્વર રોડ પર ગવર્નર એસ્ટેટની સામે છે. જેપી તાપડિયા (JP Tapariya)એ ખરીદેલું દેશનું આ સૌથી મોંઘું એપાર્ટમેન્ટ હજી બન્યું નથી અને તેનું બાંધકામ ચાલી રહ્યું છે. તે વર્ષ 2026 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ પહેલા દેશનું સૌથી મોંઘુ ઘર બજાજ ઓટોના ચેરમેન નીરજ બજાજે ખરીદ્યું હતું. તેણે આ જ ટાવરમાં પેન્ટહાઉસ માટે 252.50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
19.07 કરોડની સ્ટેમ્પ ડ્યુટી
આ એપાર્ટમેન્ટનો કુલ વિસ્તાર 27,160 સ્ક્વેર ફૂટ છે અને આ ડીલ 1.36 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના દરે કરવામાં આવી છે. પ્રતિ ચોરસ ફૂટના આધારે આ દેશમાં સૌથી મોંઘો રહેણાંક સોદો છે. એપાર્ટમેન્ટની રજિસ્ટ્રી બુધવારે સાંજે થઈ હતી. સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 19.07 કરોડ ચૂકવવામાં આવ્યા છે. લોઢા ગ્રૂપની લિસ્ટેડ કંપની મેક્રોટેક ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી રહેલું લક્ઝરી ટાવર લોઢા મલબાર 1.08 એકરમાં ફેલાયેલું છે.
દેશ-વિદેશની હસતીઓની સાક્ષીમાં નીતા અંબાણીનું સપનુ પુરુ થયું, આખી દુનિયા ભારતને જોતી રહી જશે
કોણ છે જેપી તાપડિયા?
જેપી તાપડિયા ગર્ભનિરોધક ઉત્પાદન કંપની ફેમી કેરના સ્થાપક છે. તાપડિયા પરિવાર અનંત કેપિટલ, સ્પ્રિંગવેલ અને ગાર્ડિયન ફાર્મસીમાં પણ હિસ્સો ધરાવે છે. નવેમ્બર 2022 માં, તાપડિયા પરિવારે તેનો આઇકેર બિઝનેસ વાયટ્રીસ ઇન્કને રૂ. 2,460 કરોડમાં વેચ્યો હતો. વર્ષ 2015માં પણ તાપડિયાએ તેનો મહિલા હેલ્થકેર બિઝનેસ મિલાનને 4,600 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. આ રીતે તેણે પોતાના બે બિઝનેસ વેચીને 7,000 કરોડ રૂપિયાથી વધુ એકઠા કર્યા.