National News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું, જેને હવે ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રમાં રૂ. 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કરે છે. તેનું નિર્માણ રૂ. 17,840 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે.
તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. આ બ્રિજ મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધારશે.
વડાપ્રધાન મોદીએ ‘ઈસ્ટર્ન ફ્રીવેઝ ઓરેન્જ ગેટ’ ને મરીન ડ્રાઈવથી જોડતી રોડ ટનલનો શિલાન્યાસ પણ કર્યો. 9.2 કિમી લાંબી ટનલ રૂ. 8,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે અને તે મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નોંધપાત્ર વિકાસ હશે.
તેમણે સૂર્ય પ્રાદેશિક પીવાના પાણી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. રૂ. 1,975 કરોડથી વધુના ખર્ચે વિકસિત, આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લાઓને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડશે, જેનાથી અંદાજે 14 લાખ લોકોને ફાયદો થશે.
આ હશે અટલ સેતુ પરથી પસાર થવાનું ભાડું
તમને જણાવી દઈએ કે અટલ સેતુ પરથી જવાનો દપ પણ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં એક મહિનના પાસ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
#WATCH | PM Modi inaugurates Atal Bihari Vajpayee Sewari – Nhava Sheva Atal Setu in Maharashtra
Atal Setu is the longest bridge in India and also the longest sea bridge in the country. It will provide faster connectivity to Mumbai International Airport and Navi Mumbai… pic.twitter.com/2GT2OUkVnC
— ANI (@ANI) January 12, 2024
પીએમ મોદીએ ઘણા રેલ્વે પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યા. તેમણે ‘સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન’ – સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEEPZ) માટે ‘ભારત રત્નમ’ (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું.
PHOTOS: 10 મેગી બનાવવામાં જેટલો સમય લાગશે એટલા સમયમાં પસાર થઈ જશો અટલ બ્રિજ પરથી, જાણો ખાસિયત
તેમાં વિશેષ વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત આ ક્ષેત્રના કર્મચારીઓના કૌશલ્ય વિકાસ માટે તાલીમ શાળા હશે. ‘મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર’ નિકાસ ક્ષેત્રને જેમ્સ અને જ્વેલરીના વેપારમાં પરિવર્તિત કરશે અને સ્થાનિક ઉત્પાદનમાં પણ મદદ કરશે.