IPL ફાઈનલ આજે પણ રમાવાના એકેય એંધાણ નથી દેખાતા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેઘરાજા ફરીથી ધબધબાટી બોલાવશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઈનલ મેચ રવિવાર (28 મે)ના રોજ યોજાવાની હતી, પરંતુ તેમાં વરસાદ વિલન બન્યો હતો. રવિવારની આખી રમત ધોવાઈ ગઈ હતી. ટોસ પણ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં, હવે આ ટાઈટલ મેચનો નિર્ણય રિઝર્વ ડે (29 મે) પર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે રમાવાની છે. આ મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પરંતુ સોમવારે પણ અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં રિઝર્વ ડે પર પણ આ મેચ યોજવી મુશ્કેલ લાગે છે.

મેચ દરમિયાન વરસાદની શક્યતા

Accuweather અનુસાર, અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ દિવસે 40 ટકા વરસાદની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ 32 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની ધારણા છે.

જો કે ચાહકો માટે સારા સમાચાર એ છે કે મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે. આ ફાઇનલ મેચ સાંજે 7.30 વાગ્યાથી થશે. જ્યારે અમદાવાદમાં સાંજે 4 થી 6 દરમિયાન વરસાદની સંભાવના 50 ટકાની આસપાસ રહેશે. જ્યારે 7 વાગ્યા પછી આખી રાત વરસાદની શક્યતા શૂન્ય ટકા જણાવવામાં આવી રહી છે.

 

અમદાવાદમાં સોમવારે હવામાનની આગાહી

મહત્તમ તાપમાન: 39 ° સે
લઘુત્તમ તાપમાન: 28 ડિગ્રી સેલ્સિયસ
વરસાદની સંભાવના: 40%
વાદળછાયું: 39%
પવનની ઝડપ હશે: 32 કિમી/કલાક

હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપી છે

ગુજરાતમાં આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો સાંજે વરસાદ પડે તો IPL ફાઈનલમાં ખલેલ પડી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી બે દિવસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે. જેમાં ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાઠા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો

IPL ફાઈનલ આજે પણ રમાવાના એકેય એંધાણ નથી દેખાતા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેઘરાજા ફરીથી ધબધબાટી બોલાવશે

હવામાન વિભાગની સતત 3 દિવસ માટે નવી આગાહી, એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં મેઘો મુશળધાર વરસશે

વાસ્તવમાં, સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર મધ્ય પ્રદેશ અને પાકિસ્તાનની નજીક પણ છે. એકસાથે ત્રણ સિસ્ટમ હોવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly