Israel Hamas War: ઇઝરાયલી સંરક્ષણ દળ હમાસ વિરુદ્ધ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. નવીનતમ અપડેટ આપતા ઇઝરાયેલી વાયુસેનાએ જણાવ્યું હતું કે તેના ફાઇટર જેટ્સે બુધવારે ગાઝામાં ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલની વાયુસેના અનુસાર હમાસના આતંકવાદીઓ આ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ લેતા હતા. હમાસના એન્જિનિયરોને અહીં તાલીમ આપવામાં આવી હતી.
Hamas transformed an institute of knowledge into an institute of destruction.
A short while ago, the IDF struck an important Hamas operational, political and military center in Gaza—the Islamic University.
Hamas transformed a university into a training camp for weapons… pic.twitter.com/pWKxR8Dhmd
— Israel Defense Forces (@IDF) October 11, 2023
યુનિવર્સિટીની ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ
યુનિવર્સિટીના અધિકારી અહેમદ ઓરાબીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઇસ્લામિક યુનિવર્સિટીની કેટલીક ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે.
બોમ્બ ધડાકા બાદ યુનિવર્સિટીમાં આગ લાગી અને કાટમાળ રસ્તાઓ પર ફેલાઈ ગયો. એએફપી (AFP) ના સંવાદદાતાએ જણાવ્યું હતું કે ઈમારત ધરાશાયી થવાને કારણે આકાશમાં ધૂળના ગાઢ વાદળો છવાઈ ગયા હતા.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
ગાઝામાં 900થી વધુ લોકોના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની વાયુસેના 23 લાખની વસ્તી ધરાવતા ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. મળતી માહિતી મુજબ ગાઝામાં અત્યાર સુધીમાં 900 લોકોના મોત થયા છે અને 4,600 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 260 બાળકો અને 230 મહિલાઓનો સમાવેશ થાય છે.