India News: હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં તમામ ભારતીયો ઈઝરાયેલની સાથે ઉભા છે.
ઈઝરાયેલના વડાપ્રધાન સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફોન કરીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે. પીએમ મોદીએ આગળ લખ્યું કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમામ ભારતીયો ઇઝરાયલની સાથે ઉભા છે. પીએમએ કહ્યું કે ભારત કોઈપણ પ્રકારના આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી. તે ઈઝરાયેલ પરના આ હુમલાની નિંદા કરે છે.
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે શનિવારે સવારે ઈઝરાયેલ પર રોકેટ ફાયર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો અને લોકોની હત્યા કરી હતી. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 900થી વધુ ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે, જેમાં નાગરિકો અને સૈનિકોનો સમાવેશ થાય છે.
2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે
આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!
આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ
હમાસના હુમલા બાદથી ઈઝરાયેલ ગુસ્સે છે અને સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગાઝા પટ્ટીમાં હમાસની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી છે. આ સિવાય ઈઝરાયલે હુમલાખોર આતંકવાદીઓને પણ બેઅસર કરી દીધા છે. ઈઝરાયેલનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં 1500થી વધુ હમાસ આતંકવાદીઓને ઠાર કર્યા છે.