World News: ઈઝરાયેલે શુક્રવારે સવારે મિસાઈલ ફાયર કરીને ઈરાન સામે બદલો લીધો હતો. ઈરાની મીડિયા અનુસાર ઈસ્ફહાન શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઉલ્લેખનીય છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી.
મિલિટરી બેઝ પાસે ત્રણ વિસ્ફોટ
ઈરાનની અર્ધ-સરકારી એજન્સી અનુસાર ઈસ્ફહાન શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક સૈન્ય મથક નજીક ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની સેનાનું રડાર સંભવિત નિશાનોમાંનું એક હતું. આ વિસ્તારની ઘણી ઓફિસ બિલ્ડીંગોમાં બારીઓના કાચ તૂટ્યા હોવાના અહેવાલો પણ મળ્યા છે.
સીએનએન અનુસાર, ‘તેહરાન, ઇસ્ફહાન, શિરાઝ, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એરપોર્ટ’ તરફ જતી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.
પરમાણુ સ્થળ અને લશ્કરી હવાઈ મથક ઈસ્ફહાનમાં
ઈરાન પાસે ઈસ્ફહાનમાં એક મુખ્ય લશ્કરી એરબેઝ છે, જે ઈરાનની રાજધાની, તેહરાનથી લગભગ ચાર કલાકની ડ્રાઈવ અથવા 350 કિમી (217 માઈલ) દક્ષિણે છે. ઈસ્ફહાનમાં ઈરાનની ઘણી પરમાણુ સ્થળો છે. ઈરાનના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમનું કેન્દ્રબિંદુ નતાન્ઝ શહેર પણ આ પ્રાંતમાં છે.
ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા આઈઆરઆઈબીએ ‘વિશ્વસનીય સૂત્રો’ને ટાંકીને કહ્યું કે ઈસ્ફહાનમાં પરમાણુ કેન્દ્રો ‘સંપૂર્ણપણે સુરક્ષિત’ છે.
અમેરિકાએ આ વાત કહી
એક અમેરિકી અધિકારીએ સીએનએનને જણાવ્યું કે ઈઝરાયેલે ઈરાનની અંદર હુમલો કર્યો છે, જેનાથી આ ક્ષેત્રમાં ઊંડો સંઘર્ષ થઈ શકે છે.
ઈરાને ઈઝરાયેલ પર શા માટે મિસાઈલ છોડાવી?
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
તમને જણાવી દઈએ કે સીરિયાની રાજધાની દમાસ્કસ સ્થિત ઈરાની દૂતાવાસ પર 1 એપ્રિલે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા. બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી, સીરિયા અને લેબનોનમાં ઈરાનના ચુનંદા કુદ્સ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર પણ માર્યા ગયેલા લોકોમાં હતા. ઈઝરાયેલે 1 એપ્રિલના રોજ થયેલા હવાઈ હુમલાની જવાબદારી લીધી ન હોવા છતાં ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું અને જવાબી હુમલાની ચેતવણી આપી હતી.