Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 (Chandrayaan-3 ) મિશનની સફળતા બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (isro) સતત પોતાના સોશિયલ મીડિયા (Social media) હેન્ડલ્સ પર તેની સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરી રહ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ બાદ રોવર પ્રજ્ઞાન નીચે આવીને ચંદ્રની સપાટી પર ચાલવા લાગ્યું છે. આ સાથે જ લેન્ડર વિક્રમ રોવર પ્રજ્ઞાનની દરેક ચાલ પર કબ્જો કરી રહ્યું છે. તે ચંદ્રયાન-2 સાથે પણ સંપર્કમાં છે, જે હાલ ચંદ્રની આસપાસ ચક્કર લગાવી રહ્યું છે.
ઇસરોએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ‘એક્સ’ પર પોતાના નવા અપડેટમાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમના પેટમાંથી બહાર આવીને ચંદ્ર પર ઉતરતું જોવા મળી રહ્યું છે. રોવર ચંદ્રની સપાટી પર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેના પૈડાં લીક થતા દેખાય છે. રોવર ચંદ્ર પર જ્યાં પણ જશે, તેના પૈડા ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ઇસરોના લોગોની છાપ છોડી દેશે. વાસ્તવમાં અશોક સ્તંભ અને ઈસરોનો લોગો રોવર પ્રજ્ઞાનના પૈડામાં કોતરવામાં આવ્યો છે.
… … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023
ચંદ્રયાન-3ના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા ઈસરોએ ટ્વીટ કર્યું, ‘તમામ ગતિવિધિઓ નિર્ધારિત સમય પર છે. બધી જ સિસ્ટમો નોર્મલ છે. લેન્ડર મોડ્યુલના પેલોડ્સ આઇએલએસએ, રંભા અને ચેસ્ટ આજે કાર્યરત થઇ ગયા છે. રોવર મોબિલિટી ઓપરેશન શરૂ થઈ ગયું છે. અવકાશ સંશોધન સંસ્થાએ ટચડાઉનના થોડા સમય પહેલા કેવી રીતે ‘વિક્રમ લેન્ડર’ ઇમેજર કેમેરાએ ચંદ્રની છબીને કેદ કરી તેની તસવીરો પણ બહાર પાડી હતી. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે તાજેતરમાં જ તેમના ‘એક્સ’ હેન્ડલ પરથી બહાર પાડવામાં આવેલો વીડિયો શેર કર્યો છે અને ‘અદ્ભુત’ લખ્યું છે.
Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G
— ISRO (@isro) August 24, 2023
પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે એક મોટી છલાંગ લગાવતા ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ સાથે ભારત 4 દેશોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયું, જેનું નામ ચંદ્ર પર પહોંચવાની સિદ્ધિમાં નોંધાયું છે. આ સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળ લેન્ડિંગ કરનાર દુનિયાનો પહેલો દેશ બની ગયો. ભારત પહેલાં રશિયા (તે સમયે સોવિયેટ યુનિયન), અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચી ગયા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ તેના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં પહોંચ્યું ન હતું.