જેકલીન ફર્નાન્ડીઝને લક્ઝરી લાઈફસ્ટાઈલની શોખીન છે. હાલમાં જ જેકલીન ફર્નાન્ડિઝે તેના ફોટોશૂટની ત્રણ તસવીરો શેર કરી છે. ગ્લેમ સ્ટાઈલમા અભિનેત્રીએ ખુલ્લા વાળ સાથે થાઈ સ્લિટ ગાઉન પહેરેલી જોવા મળે છે. બધાની નજર જેકલીન ફર્નાન્ડિઝે પહેરેલી હિલ્સ પર પડી હતી. આ ફોટોશૂટમાં જેકલીન ફર્નાન્ડિઝે પહેરેલી હિલ્સની કિંમત લાખોમાં છે.
જેકલીન ફર્નાન્ડીઝની આ હીલ્સ લક્ઝરી બ્રાન્ડની છે અને તેની કિંમત 120000થી વધુ છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને પ્રેક્ષકોને જેકલીન ફર્નાન્ડીઝની હીલ્સ ઘણી પસંદ આવી હતી. આ પહેલીવાર નથી જ્યારે જેકલીન ફર્નાન્ડિઝે પોતાના ફોટોશૂટ માટે આટલી મોંઘી હીલ્સ પહેરી હોય.
જેકલીન ફર્નાન્ડિઝ ઘણીવાર મોંઘી મોંઘી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. અભિનેત્રીની જીવનશૈલી એકદમ વૈભવી છે. આ ફોટોશૂટમાં જેકલીન ફર્નાન્ડીઝના લૂક વિશે વાત કરીએ તો આ દરમિયાન અભિનેત્રી ખુલ્લા વાળ સાથે ન્યૂડ શેડ ગાઉનમાં મિનિમલ જ્વેલરી કેરી કરતી જોવા મળી હતી.
જેકલીનના બેકગ્રાઉન્ડની તો અભિનેત્રી જે સીડી પર બેઠી છે તેના પર સારી કળા જોવા મળી રહી છે. જેકલીન ફર્નાન્ડીઝ અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેમાં તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. તેના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.