જમ્મુ અને કાશ્મીરના બારામુલાના વાનીગામમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી એક AK47 રાઈફલ મળી આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને આતંકવાદીઓના મોતની સાથે જ વિસ્તારમાં ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, “બારામુલ્લાના વાનીગામ પાયેન કરીરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી, જે પછી પોલીસ અને સુરક્ષા દળોએ જવાબદારી સંભાળી લીધી હતી.
અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે
“સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા અને બંનેની ઓળખ કરવામાં આવી રહી છે. તેમના કબજામાંથી એક AK-47 રાઇફલ અને પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.