25 માર્ચે એક મોટા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો હતો. જો કે હવે એનાથી પણ મોટો હાહાકાર મચ્યો કે હાલમાં આ ચર્ચાસ્પદ કેસમાં મૃતકનાં પુત્ર આદિત્ય બિશ્નોઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને પત્ર લખ્યો છે.
આ પત્ર એટલો બધો હંગામો મચાવ રહ્યો છે કે આખું ક્રાઈમ બ્રાન્ચ પણ ધ્રુજી ઉઠ્યું છે.કારણ કે આ પત્ર અનેક ખળભળાટ મચાવી શકે તેવી વાતો પણ લખવામાં આવી છે. સીબીઆઇના અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવો જોઇએ ત્યાં સુધીની વાતનો આ પત્રમાં ઉલ્લેખ છે. લખ્યું છે કે સીબીઆઇના અધિકારીઓ જ્યારે ઘરે સર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન કહ્યું હતું કે” તું તારા પિતાનું મોઢું ક્યારેય જોઇ નહીં શકે. તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે એટલે એને પતાવવા જ પડશે.
આ સિવાય વાત કરીએ તો આદિત્યએ લખ્યું કે સીબીઆઇના અધિકારીઓ તેમના ઘરે ઘુસીને અસભ્ય વર્તન કરતા. ઘરનું તાળું તોડીને અંદર ઘુસી ગયા અને તેઓ રૂપિયા ભરેલો થેલો બહારથી લાવીને સીબીઆઈના અધિકારીઓ કોરા કાગળમાં સહી કરાવવા ઇચ્છતા હતા. સીબીઆઇના અધિકારીઓએ સ્પીકર ફોનમાં તેના પિતા સાથે વાત કરી હતી ત્યારે તેના પિતા પરિવારને વચ્ચે ન લાવવાની પણ આજીજી કરતા હોવાનો ઉલ્લેખ છે.
નવરાત્રિમાં iPhone મળી રહ્યો છે ખાલી 13 હજાર રૂપિયામાં! જય માતાજી બોલો અને અહીંથી ફટાફટ ખરીદી લો
જો કે સૌથી મોટી વાત એ છે કે આદિત્યએ એવો પણ દાવો કર્યો છે કે, સીબીઆઇએ સર્ચ દરમિયાન જે વાતો કહી છે તેનું ઓડિયો રેકોર્ડિંગ તેની પાસે છે. બિશ્નોઇએ અચાનક લીધેલા આ પગલાંને કારણે પરિવારમાં ઘણો જ રોષ વ્યાપી ગયો હતો ત્યારે પરિવારે આ પહેલા પણ સીબીઆઈ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. પરિવારે સીબીઆઈ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, સીબીઆઈની ટીમે બિશ્નોઇ સામે કાવતરું રચીને હત્યા કરી છે. જેથી પરિવારે અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવવાની તૈયારી બતાવીને મૃતદેહ પણ સ્વીકાર્યો ન હતો.