છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક કંપનીના પ્રીપેડ પ્લાન મોંઘા થઈ રહ્યા છે. આ દરમિયાન દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ગ્રાહકોને ફરી એકવાર મોટો આંચકો આપ્યો છે. કંપનીએ તેના એક પ્લાનની કિંમતમાં 150 રૂપિયાનો વધારો કર્યો છે. જો કે આ માત્ર એક પ્લાન સાથે કરવામાં આવ્યું છે, બાકીના રિચાર્જ પ્લાનમા કોઈ ફેરફાર કરાયો નથી.
અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે ખાસ Jio ફોન યુઝર્સ માટે છે. કંપની JioPhone 4G ફીચર ફોન ખરીદવા માટે વિવિધ વિકલ્પો ઓફર કરે છે. આ ફોન ખરીદવા માટે ગ્રાહકો રૂ. 1999, રૂ. 1499 અને રૂ. 749નો વિકલ્પ પસંદ કરી શકે છે. જોકે, હવે કંપનીએ 749 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 899 રૂપિયા કરી દીધી છે.
*જાણો આ પ્લાનમા શું મળશે?
આ ઑફર એવા ગ્રાહકોને લાગુ પડશે જે JioPhoneના હાલના યુઝર્સ છે. જો તે નવો JioPhone ખરીદવા માંગે છે, તો તેને માત્ર 899 રૂપિયામાં માત્ર Jio ફોન જ નહીં પણ તેની સાથે જ 1 વર્ષનો અનલિમિટેડ પ્લાન પણ આપવામાં આવશે. આમાં, આખા વર્ષ દરમિયાન અમર્યાદિત વૉઇસ કૉલિંગ સાથે કુલ 24 જીબી ડેટા ઉપલબ્ધ છે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ છે.
જો 1499 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તે નવા યુઝર્સને લાગુ પડશે. એટલે કે બરાબર 899 રૂપિયાની સુવિધાઓ મળશે. પ્લાનમાં નવા JioPhone ઉપરાંત 1 વર્ષ માટે વૉઇસ કૉલિંગ સાથે કુલ 24 GB ડેટા અને Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.
1999 રૂપિયાના પ્લાનમાં તમને 2 વર્ષ માટે લાભ મળશે. આમાં JioPhone સાથે 2 વર્ષનો પ્લાન ફ્રી આપવામાં આવી રહ્યો છે. તમે 2 વર્ષ માટે અમર્યાદિત વૉઇસ કૉલિંગ સાથે કુલ 48 GB ડેટા મેળવી શકો છો.