કરોડો લોકો જેને એક માન અને સન્માન સાથે જુએ છે એવા સૌના પ્રિય અને મોટા સેવાભાવી ખજૂરભાઈની સલગાઈ થઈ ગઈ છે. મિનાક્ષી દવે સાથે નિતીન જાનીએ સગાઈ કરી લીધી છે. તો વળી ખજૂર ભાઈએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શેર કરી હતી. સૌ સેલેબ્રિટીએ પણ ખજુરભાઈને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. ત્યારે સેવાભાવી ખજૂરભાઈને સૌ કોઈ હાલમાં શુભકામના પાઠવી રહ્યા છે. ખજૂરભાઈની સેવા કોઈથી છુપી નથી. તેઓએ કેટલાય લોકોને મકાન બનાવી આપ્યા છે તો વળી ઘણાના જીવન નિર્વાહ માટે ફરિસ્તા બનીને સેવા કરી રહ્યા છે.
મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઇએ સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.
કંઈક નવું કરવા માટે 70 હજારની નોકરી છોડી, 18 હજારમાં કામે લાગ્યાં
જ્યારે ભણવાનું પુરુ થાય એટલે દરેલ લોકોની જેમ ખજુરભાઈએ પણ નોકરી કરવાનું વિચાર્યું. પરંતુ એક વર્ષ આઈટી ફિલ્ડમાં જોબ કર્યા બાદ તેમને સંતોષ નથી મળતો. 65થી 70 હજાર સેલેરી હોવા છતાં ખજુરભાઈને આ નોકરી છોડવાનો વિચાર આવ્યો. એ જ સમયે બોલિવૂડમાંથી શોની ઓફર થઈ. જો કે જે શો ઓફર થયો એમાં સેલેરી માત્ર 18 હજાર જ આપતા હતા. પરંતુ નીતિન જાનીને કંઈક નવું કરવું હતું. તેથી ઘરે માતાપિતાને વાત કરી કે આઈટી ફિલ્ડમાં મારું મન નથી લાગતું, મારી ઈચ્છા છે કંઈ નવું કરવાની અને બોલિવૂડમાં જવાની, ત્યારે પિતાએ કહ્યું તારી જ્યા પણ કામ કરવાની ઈચ્છા હોય કર બેટા, બસ તું ખુશ રહે એ જ મારી ઈચ્છા છે. લોકો પણ ખજુરભાઈને કહેતા કે 70 હજાર છોડીને 18 હજારમાં થોડું જવાય. પરંતુ ખજુરભાઈ જાય છે અને આવા લોકોને જવાબ આપે છે કે જ્યાં મને સંતોષ મળે ત્યાં જ હું કામ કરું છું.
સતત 1 વર્ષ સંઘર્ષ
આ રીતે મન મક્કમ અને જુસ્સા સાથે નીતિન જાનીએ એક નવી સફરની શરૂઆત કરી અને બોલિવૂડમાં પ્રોડક્શનનું કામ શરૂ કર્યું. 1 વર્ષ સુથી સતત સંઘર્ષ કરવો પડ્યો. ક્યારે સુરતથી પુના તો ક્યારેક પુનાથી મુંબઈ તરૂણ સાથે ડ્રાઈવ કરીને જવાનું. એમાં પણ શરૂઆતમાં કોઈએ બન્ને ભાઈઓનો સપોર્ટ ન કર્યો. પરંતુ જ્યારે લોકોને ટેલેન્ટ અને સ્કીલની પારખ તઈ ત્યારે ત્યારે સપોર્ટ મળવા લાગ્યો. પરંતુ નીતિન જાની વાત કરે છે કે કામ માટે ઓફિસ બહાર 5-5 કલાક બેસાડી રાખતા, ધક્કા ખવડાવતા, ભૂખ્યા પેટે ફરી મુંબઈથી પૂના જતા એવા દિવસો પણ જોયા છે. પરંતુ સલીમભાઈએ ખજુરભાઈને ખુબ સપોર્ટ કર્યો એ વાતનો પણ ઉલ્લેખ કરે છે.
પાત્રો વિશે ચર્ચા વિચારણા
હાલમાં ખજુરભાઈના વીડિયોને લાખો અને કરોડોનાં વ્યૂ મળે છે. અવાર નવાર તેમના વીડિયો યુ-ટ્યુબ પર પણ ટ્રેન્ડ કરતાં હોય છે. પરંતુ મિત્રો આ ચેનલ અને કલાકારોની વિચારણા પાછળ પણ મહિનાઓના મહિનાઓ લાગ્યા છે. ખૂબ જ ભોગ આપીને આ ફિલ્ડમાં આવનાર ખજુરભાઈનું ‘આવું જ રહેશે’ ફિલ્મથી એક નવી શરૂઆત કરી. આ ફિલ્મમાં સ્ટોરી વ્રાઈટિંગ અને ડાયરેક્શન ખજુરભાઈનું છે. નીતિન જાનીએ જીવનમાં ક્યારેય એક્ટર બનવાનું વિચાર્યું નહોતું, કારણ કે સ્કિપ્ટ અને ડાયરેક્શન એ જ એમનું ફિલ્ડ છે.
ખજુરનું પાત્ર આ રીતે તૈયાર થયું
એક્ટર બનવા પાછળની કહાની વિશે નીતિન જાની જણાવે છે કે જ્યારે 2018માં જીગલી એન્ડ ખજૂર શો શરૂ કર્યો ત્યારે કોઈ એક્ટર નહોતો. ખજુરના રોલ માટે સાથી મિત્રોએ મારુ નામ જણાવ્યું અને કહ્યું કે તમે જ આ રોલ કરી લો, પછી વિચાર આવ્યો કે પ્રોડક્શનનો ખર્ચ પણ ઓછો થશે અને નવો અનુભવ પણ મળશે, એ રીતે એક્ટિગ કરવાનું શરૂ કર્યું. પરંતુ 1 મહિનો તો ખજૂરની સ્ટાઈલ, મેકઅપ, ચહેરો, વોઈસ ટોન વગેરે નક્કી કરવામાં લાગ્યો. કારણ કે એક એવો ચહેરો અને અવાજ બહાર લાવવાના હતા કે જે લોકોને ગમે. એ રીતે બધું સેપઅપ કર્યું અને પહેલો વીડિયો રીલિઝ કર્યો.
પહેલા વીડિયોને પ્રતિસાદ
શરૂઆત વિશે વાત કરીએ તો ખજુરભાઈએ પહેલો વીડિયો 2018ના જાન્યુઆરીમાં સિંગાપોરમાં બનાવ્યો હતો. રીલિઝ કરતાં પહેલાં ગણપતિ દાદા અને પિતાના આશીર્વાદ લઈને એક જ વસ્તુ માગી કે ખુબ મહેનત કરી છે સફળતા આપજો. સાથે જ આશીર્વાદ ફળ્યા અને ખુબ પ્રેમ મળ્યો. સિંગાપોર, લંડન, કેનેડા, યુકે જેવા ફોરેન દેશામાંથી પણ ખજુરભાઈને પહેલા જ વીડિયોમાં પ્રેમ મળ્યો. ત્યારથી આજ દિન સુધી હજુ આ રફ્તાર ધીમી નથી પડી, એકથી એક હિટ વીડિયો આવી રહ્યાં છે. આ વીડિયોમાં ક્યારેય ગુજરાતીઓને કે પરિવારને ન શોભે એવી ભાષા અને શુટિંગ તમને નહીં જોવા મળે.