જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા શનિવારે સવારે માંડ માંડ બચી ગયા હતા. તેમની રેલીમાં સ્મોક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઈ હતી. લોકો દોડવા લાગ્યા. સુરક્ષા દળોએ તરત જ પીએમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ પીએમ કિશિદા એક રેલીને સંબોધવા માટે વાકાયામા શહેરમાં પહોંચ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમાં દોડતા જોઈ શકાય છે.
8 મહિના પહેલા શિન્ઝો આબેની રેલીમાં જ હત્યા કરવામાં આવી હતી
કોરોનાને લઈ સૌથી ડરામણી આગાહી, આગળના મહિનાથી રોજ 50,000 કેસ આવશે, પહેલાની જેમ જ માણસો ટપોટપ મરશે
અગાઉ 8 જુલાઈ, 2022ના રોજ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક રેલીમાં ભાષણ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ નારા શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. 42 વર્ષીય હુમલાખોરે પાછળથી ગોળીબાર કર્યો હતો. બે ગોળી વાગતાં જ આબે નીચે પડી ગયા. તેમને એરલિફ્ટ કરીને નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 6 કલાક સુધી મેડિકલ ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન આબેને હાર્ટ એટેક પણ આવ્યો હતો.