એક જ સ્ટ્રોમાંથી સોફ્ટડ્રિંગ, એક જ ચમચીએથી આઇસક્રીમ ખાવુ, નાળિયેરમાં એક જ સ્ટ્રોથી પાણી પીવાના કે વાંરવાંર કિસના શોખીનો ચેતી જાઓ. તમારી આ રોમેન્ટિક હરકતો નામની બીમારીનો ચેપ તમને લાગાડી શકે છે. આ અંગે દિલ્હીની રાજન બાબુ ઇન્સ્ટિટ્યુટ ઑફ પલ્મોનરી મેડિસિન એન્ડ ટ્યુબરક્યુલોસિસમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. અનુરાગ શર્માએ માહિતી આપી છે.
તેમણે વાતચીતમાં કહ્યું કે આને ઇન્ફેક્શિયસ મોનોન્યુક્લિયોસિસ અથવા તો ગ્લેન્ડ્યૂલર ફીવર કહે છે. આમ તો ‘કિસિંગ ડિસીઝ ઘણા પ્રકારના વાઇરસથી ફેલાઇ છે પણ 90 ટકા કૅસોમાં EBVથી ફેલાય છે અને જે માટે માણસની લાળ જવાબદાર છે. લાંબા સમય સુધી ચુંબનરત રહેનારી વ્યક્તિ જાણ્યે-અજાણ્યે એકબીજાનાં મોંમાં પોતાની લાળની આપ-લે કરી દે છે અને તે દરમિયાન વાઇરસની પણ આપ-લે થાય છે જે શરીરમાં ફેલાઈ આ સમસ્યાનુ મિળ બને છે.
અમેરિકન સંસ્થા CDCના મત મુજબ કિસિંગ ડિસીઝને ‘હ્યુમન હર્પીસ 4’ કહે છે જેમા હર્પીસ ફેમિલીનો વાઇરસ જવાબદાર હોય છે. આ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે અને તે એક વખત ફેલાયા બાદ ઇલાજ માટે સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરવી છે. કિસિંગ વાઇરસ યુવાનો અને કિશોરોને વધારે શિકાર બનાવે છે. આ સાથે વાઇરસ લાળ ઉપરાંત બ્લડ ટ્રાન્સમિશન, અસુરક્ષિત સેક્સ્યુઅલ કોન્ટેક્ટ, ઉધરસ અને છીંકથી પણ ફેલાય શકે છે.
મળતી માહિતી અનુસાર હાલ આ કિસિંગ ડિસીઝથી સો ટકા બચી શકાય તેવો કોઈ ઇલાજ નથી અને બીજી તરફ આ ડિસીઝમા કોઈ એન્ટિબાયોટિક દવાઓ પણ કામ કરતી નથી. આ માટે સપોર્ટિવ ટ્રીટમેન્ટ એક રાહતનો વિકલ્પ છે. આ બાદ એક મહિનામાં લક્ષણો જતાં રહેતા હોય છે.
*બચવાના ઉપાયો: વાઇરસ શરીરમાં પ્રવેશયા બાદ એક અઠવાડિયા સુધી નવશેકા પાણીથી કોગળા કરવા, ઓરલ અને અન્ય હાઇજિનનું ધ્યાન રાખવું, એઠાં વાસણોનો ઉપયોગ ન કરવા, થાક, શરીરમાં કળતર, ગળામાં દુખાવો, તાવ જેવાં લક્ષણો આવાતા બોલવાનું ઓછુ કરવુ.