હે મેઘરાજા ગુજરાતમાં હવે ખમૈયા કરી જાઓ, 234 તાલુકામાં ઘૂંટણ સુધી પાણી ભરાય એટલો અનરાધાર વરસાદ ખાબક્યોહે મેઘરાજા ગુજરાતમાં હવે ખમૈયા કરી જાઓ, 234 તાલુકામાં ઘૂંટણ સુધી પાણી ભરાય એટલો અનરાધાર વરસાદ ખાબક્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
rain
Share this Article

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 120 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે.

rain

તો નવસારીમાં દિવસ દરમિયાન 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના 18 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે 120 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં પડ્યો છે.

rain

તો નવસારીના જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ જૂનાગઢમાં સાડા 9 ઈંચ વરસાદમાં જળબંબાકાર જોવા મળ્યો છે. તેમજ દ્વારકાના ખંભાળિયામાં પણ 7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં ભાવનગર, ભરુચ,બોટાદ,સુરત, વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

rain

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

વરસાદે વિરામ લીધો પરંતુ વરસાદી સમસ્યા યથાવત

અમદાવાદમાં વરસાદે વિરામ લીધો પરંતુ વરસાદી સમસ્યા યથાવત છે. ગઈકાલે પડેલા ભારે વરસાદમાં પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યો છે. આજે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર વાહનોની કતારો જોવા મળી છે. અમદાવાદ શહેરમાં AEC બ્રિદ પર અંદાજે 50 જેટલા ટુવ્હિલર તેમજ ફોરવ્હિલર તેમજ બસ ઊભી રહેલી જોવા મળી છે. મોટાભાગના વાહનો પાણીમાં ફસાવવાના કારણે બંધ પડ્યા છે.


Share this Article