દેશમાં એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલની કિંમત 100 રૂપિયાની આસપાસ યથાવત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા એક વર્ષમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે, પરંતુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર આગામી કેટલાક મહિનામાં દેશમાં પેટ્રોલની કિંમત ઘટીને 15 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. તેમનું કહેવું છે કે દેશમાં સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલતા નવા વાહનોને રજૂ કરવામાં આવશે. ઓગસ્ટમાં તે ટોયોટાની કેમરી કાર લોન્ચ કરશે, જે 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળી પર ચાલશે.
ગડકરીએ હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ખેડૂત માત્ર અન્ન પ્રદાતા નહીં બને, પરંતુ ઊર્જા પ્રદાતા બનશે, આ અમારી સરકારની વિચારસરણી છે. હું ઓગસ્ટમાં ટોયોટા કંપનીના વાહનો લોન્ચ કરી રહ્યો છું. હવે કેમરી અને ઈનોવા જેવા વાહનો ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈથેનોલ પર ચાલશે. 60% ઇથેનોલ અને 40% વીજળી. જો આની સરેરાશ કાઢવામાં આવે તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે. તેનાથી જનતાને ફાયદો થશે. ખેડૂત ઉર્જા આપનાર બનશે, દેશનું પ્રદૂષણ ઘટશે. આયાત ઓછી થશે. 16 લાખ કરોડની આયાત છે. તેના બદલે આ પૈસા ખેડૂતોના ઘરે જશે. ગામડાઓ સમૃદ્ધ થશે. ગામના ખેડૂતના પુત્રને રોજગાર મળશે.
ભાવ ક્યારે ઘટશે
નાણાકીય વર્ષ 2022-23માં ભારતે 158 અબજ ડોલરનું ક્રૂડ આયાત કર્યું હતું, જ્યારે 2021-22માં આ રકમ 121 અબજ ડોલર હતી. જો વોલ્યુમની દ્રષ્ટિએ જોવામાં આવે તો 2022-23માં ભારતની ક્રૂડની આયાત 9.4 ટકા વધીને 23.24 મેટ્રિક ટન થઈ છે. ભારતની આયાત નિર્ભરતા ગયા વર્ષે વધીને 87.3 ટકા થઈ છે, જે અગાઉના વર્ષમાં 85.5 ટકા હતી. હાલમાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે જો ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર રહેશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આગામી ક્વાર્ટરમાં આ કંપનીઓનું પ્રદર્શન સારું રહેશે તો તેઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશે.
આજે ટામેટાંએ તોડી નાખ્યાં તમામ રેકોર્ડ, શાકભાજી મોંઘાદાટ થયા; જાણો આજનો ભાવ, મોંમા આંગળા નાખી જશો!
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યારપછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.