‘અર્જુન રેડ્ડી’થી ફેમસ થયેલા ટોલીવુડ એક્ટર રાહુલ રામકૃષ્ણે ખુલાસો કર્યો છે કે તે જલ્દી જ લગ્ન કરવાના છે. અભિનેતાએ પોતાની અને તેની મંગેતર બિંદુને કિસ કરતી તસવીર પણ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ પર કેટલાય ચાહકોએ કોમેન્ટ કરી છે.
કોરોના રોગચાળા પહેલા ટોલીવુડમાં અનેક બ્લોકબસ્ટર સાથે પોતાનું નામ બનાવનાર રાહુલ તેની ગર્લફ્રેન્ડ બિંદુ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. બિંદુ સોફ્ટવેર ડેવલપર છે અને આ દંપતીએ અગાઉ સાદા રજિસ્ટર્ડ લગ્નનું આયોજન કર્યું હતું.
તેણે અગાઉ ખુલાસો કર્યો હતો કે બિંદુ રાહુલના કામની મોટી ચાહક હતી. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. રાહુલનુ માનવુ છે કે તેમની વચ્ચે ઘણું સામ્ય છે પછી તે વ્યક્તિત્વ હોય કે વ્યાવસાયિક લાક્ષણિકતાઓ. અર્જુન રેડ્ડી’ ઉપરાંત રાહુલની કારકિર્દીમાં કેટલીક મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે, જ્યારે SS રાજામૌલીની બ્લોકબસ્ટર અખિલ ભારતીય ફિલ્મ ‘RRR’માં તેના તાજેતરના દેખાવે તેને વધુ પ્રશંસા મેળવી હતી.