SDM જ્યોતિ મૌર્ય કેસમાં આવ્યું મોટું અપડેટ, શું મનીષ દુબે આ કેસમાં સામેલ થશે? તપાસ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી

Desk Editor
By Desk Editor
Share this Article

SDM Jyoti Maurya-Manish Dubey News:  ડીઆઈજી પ્રયાગરાજ સંતોષ કુમારે બરેલીમાં તૈનાત પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્ય અને બરેલીમાં તૈનાત હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ દુબે સાથે જોડાયેલા મામલાનો તપાસ રિપોર્ટ ડીજી હોમગાર્ડ વિજય કુમાર મૌર્યને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ રિપોર્ટમાં મનીષ દુબેને સસ્પેન્ડ કરવા અને ખાતાકીય તપાસ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.

ડીજી હોમગાર્ડ વિજય કુમાર મૌર્યએ કહ્યું કે, રિપોર્ટની તપાસ કર્યા બાદ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. કોઈપણ કાર્યવાહી સરકારી સ્તરેથી કરવી પડશે. તમને જણાવી દઈએ કે જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે મનીષ દુબે ગાઝિયાબાદ જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડન્ટ હતા, જેમની તાત્કાલિક મહોબામાં બદલી કરવામાં આવી હતી. જ્યોતિના પતિ આલોક મૌર્યએ જ્યોતિ અને મનીષ વિરુદ્ધ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે, બંને તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

 

 

પુરાવા તરીકે આલોકે જ્યોતિ-મનિષની અનેક વોટ્સએપ ચેટની વિગતો અને કોલ રેકોર્ડિંગ પણ વિભાગને સુપરત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કોલ રેકોર્ડિંગમાં મનીષ દુબે જ્યોતિને આલોક જ્યોતિ મૌર્યને રસ્તામાંથી હટાવવાનું પણ કહી રહ્યો છે, જોકે પૂછપરછ દરમિયાન મનીષે કહ્યું કે તેને રસ્તા પરથી હટાવવાનો મતલબ છે ડિવોર્સ.

 

ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત

ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી

દુનિયાભરના દેશોને તેમનું સોનું પાછું મંગાવી રહ્યા છે, કારણ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે, કંઈક મોટું થશે

 

તપાસ રિપોર્ટના આધારે આ કેસમાં પોલીસ કાર્યવાહીની ભલામણ પણ કરી શકાય છે, કારણ કે કેસ નોંધાયા બાદ જ કોલ રેકોર્ડની ફોરેન્સિક તપાસ શક્ય બનશે. ફોરેન્સિક તપાસના આધારે ફોજદારી કલમો હેઠળ પણ કેસ નોંધી શકાય છે.

 

 


Share this Article