આખા ગામને ઉલ્લુ રમાડીને દેશ વિદેશની સુખ સુવિધા ભોગવનાર કિરણ પટેલ અને તેની પત્ની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. PMOના અધિકારી અને મોટી ઓળખ બતાવીને સિંધુ ભુવન રોડ પર જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં હાથ પર લીધું હતુ. જે બાદ બંગલાના માલિકની નેમ પ્લેટ બદલી બંગલો પોતાની બતાવી વાસ્તુ પૂજન પણ કરી નાખ્યું હતું. જેના ફોટો બતાવી બંગલાની માલિકી લેવા કિરણ પટેલે સિવિલ કોર્ટમાં ખોટો કેસ દાખલ કરાવ્યો. આ મહાઠગે સમાધાન માટે માણસો મોકલીને રૂપિયા પડાવવાનો પણ પ્રયાસ કર્યો. જો કે માલિકે કોઈ પણ વ્યવહાર કરવાની ના પાડી હતી. હાલમાં કિરણ પટેલ હાલ કાશ્મીરની જેલમાં બંધ છે. પરંતું અમદાવાદમાં તેની કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવાના સમાચાર હાલમાં વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં પટેલ દંપતી સામે મકાન પચાવી પાડી છેતરપીંડી કરવાની ફરિયાદ દાખલ થઈ છે.
PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે. એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલામાં રહે છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે.
ભડકે બળ્યો ભાવ! પેટ્રોલ 109 રૂપિયાને અને ડીઝલ 95ની પાર, જાણો કેમ થયો ઈંધણના ભાવમાં અચાનક મોટો વધારો
હાલમાં આ સમાચાર મોટા મળી રહ્યા છે કે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીના કેસમાં કિરણની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી છે. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે મકાન પડાવવાનો કારસો રચ્યો હતો. થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કર્યો હતો.