Gujarat Weather: અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર ચિંતામાં નાખી દીધા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ અને શિયાળુ પાકને જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી 5 જાન્યુઆરી સુધી દેશના 70 ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે
કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં રહેશે મધ્યમ વરસાદ
અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી તારીખ 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
5 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા
વધુમાં અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને આગાહી કરતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 29, 30, 31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
BIG BREAKING: વર્ગ 3 માટે 15 દિવસમાં 5 હજારની ભરતી જાહેર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત
મહામારીનો હાહાકાર: કોરોનાને લઈ કરોડો ગુજરાતીઓ માટે એલર્ટ! નવા પ્રકારના કેસનો આંકડો જોઈ ભલભલા ડરી જશે
ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા રહેલી છે.