Gujarat News: હાલમાં ગુજરાતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. ક્યારેક માત્ર સવારે અને સાંજે જ ઠંડી લાગે તો ક્યારેય આખો દિવસ ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂ રહેવાની અને વરસાદની સંભાવના નહિવત હોવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે નવી આગાહી કરતાં જણાવ્યુ છે કે, આજે પણ નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયુ છે. ગુજરાતમાં હાલ પાંચ દિવસ ડ્રાય વેધર રહેવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદ થવાની વધારે શક્યતા નથી. આગામી ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો બદલાવ નહીં આવે. હાલ જેવું વાતાવરણ છે તેવું જ રહેશે અને ચાર દિવસ બાદ રાતનું તાપમાન બે ત્રણ ડિગ્રી વધી શકે છે.
Breaking: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ! ડી-કંપનીમાં હાહાકાર મચી ગયો
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ
હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હાલમાં ગુજરાતમાં તાપમાન સામાન્ય છે એ જ રીતે આગામી ચાર દિવસ પણ હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવન નથી. જે બાદ બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. આ સાથે અમદાવાદ વિશએ વાત કરી કે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં પણ વધારે ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં તાપમાન 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13.0 ડિગ્રી નોંધાયુ છે. નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.