ખેડૂતોને શિયાળાની ઋતુમાં પણ માવઠાનો માર.. હવામાન વિભાગની આગામી 5 દિવસની આગાહી, જાણો હાલ થઈ રહેલા માવઠાનું કારણ?

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: રાજ્યમાં આજે અને ગઈ કાલે શિયાળાની ઋતુમાં માવઠાનો એસાસ કરાવી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી છે. ગઇકાલે રાત્રે અને આજે સવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસના હવામાન અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે. આ આગાહી પ્રમાણે હજુ 24 કલાક સાચવવું પડે તેમ છે. આ દરમિયાન ક્યાં-ક્યાં વરસાદ પડી શકે છે તે પણ જણાવવામાં આવ્યું છે.

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન કેવું રહેશે? તેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

આગામી 24 કલાક દરમિયાન થનારા વરસાદની વાત કરીએ તો ભાવનગર, આણંદ, અમેરલી, છોડાઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

આ 24 કલાક બાદ રાજ્યમાં હવામાન મોટાભાગે સૂકું રહેશે. આ સાથે આગામી ચાર દિવસ દરમિયાન એક-બે ડિગ્રી તાપમાન વધી શકે છે. તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

બીજી બાજુ, છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 8એમએમ, પંચમહાલમાં 22 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, ડાંગમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

ઉપરાંત, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું.

Samsungએ લોન્ચ કરી અનોખી ડિસ્પ્લે, ફ્લિપ ફોનની જેમ ખુલશે અને પછી… મજબૂતીમાં પણ અદભૂત, જાણો ફિચર્સ

રાજસ્થાનના આ મંત્રી પાસે છે 2 પત્ની અને 8 બાળકો, જનતાને પણ કહ્યું- તમે પણ વધુ બાળકો પૈદા કરો, “પ્રધાનમંત્રી આપશે છત”

મોદીની ગેરંટી… વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે…’

તેમણે માવઠાનું કારણ આપતાં જણાવ્યું કે, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી એક ટ્રફ છે. જેના લીધે વાદળો બંધાઇ રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે.


Share this Article