Gujarat News: ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસમાં વરસાદ થશે એવી આગાહી સામે આવી રહી છે. ગઈ કાલે બુધવારે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વાતાવરણને લઈને એક આગાહી કરી હતી કે ગુજરાતમાં 24 કલાક ડ્રાય હવામાન રહેશે. જે બાદ પહેલી અને બીજી માર્ચના રોજ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
પહેલી માર્ચની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવા વરસાદ ખાબકશે. આ સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. આ સાથે તેમણે બીજી માર્ચના રોજ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.
બુધવારની તાપમાનની વાત જો કરીએ તો અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આજે અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા પણ સેવવામાં આવી રહી છે.
ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી
‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે…
બીજી એક મોટ વાત એ પણ છે કે એક માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે જે ઉત્તર ભારતને આવરી લેશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકે એવું જોવામાં આવી રહ્યું છે.