World News: ઈઝરાયેલમાં શનિવારે સવારે જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે હવાઈ હુમલાના પડઘા સંભળાવા લાગ્યા હતા. ધાર્મિક તહેવારો શબ્બત અને સિમચત તોરાહની રજા પર સમગ્ર દેશ સાયરન અને રોકેટના અવાજથી ગભરાઈ ગયો હતો કારણ કે પેલેસ્ટાઈન સમર્થિત હમાસ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક પછી એક 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. ત્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે.
મળતી વિગતો પ્રમાણે આ વડોદરાના ફસાયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કહ્યું છે કે કોઈને કશું નહીં થાય અમે અમારી પુરતી કોશિશમાં છીએ.
હાલમાં પરિસ્થિતિ એવી છે કે ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે. આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
બાળકને ફોન જોવા આપતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતના બાળકે આખા ગુજરાતની આંખ ઉઘાડી દીધી
બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની અસર પણ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં 400થી વધુ લોકોના મોત થયા છે.